GUJARATKUTCHMUNDRA

સંત શ્રી દેશળ ભગતની ૯૮મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણી

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

સંત શ્રી દેશળ ભગતની ૯૮મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણી

 

મુંદરા, તા. 1:

પરમ પૂજ્ય સંત શ્રી દેશળ ભગતની ૯૮મી નિર્વાણ તિથિ નિમિત્તે ધર્મમય વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ખારવા ચોકથી એક વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે શહેરના મેઈન બજાર અને મુખ્ય માર્ગો પર થી નદીવાળા નાકા થઈને રાજપૂત સમાજ વાડી મધ્યે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રાના સમાપન બાદ વાડીમાં રાસ-ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતે રાત્રિના સમયે સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું, જેનો તમામ ભક્તોએ ભક્તિ-ભાવપૂર્વક લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!