રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અને મરાઠા સમાજ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જી ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી

તા.૨૧.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અને મરાઠા સમાજ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જી ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી
દાહોદ ખાતે મરાઠા સામ્રાજ્ય સ્થાપિત કરનારા હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જી ની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ અને મરાઠા સમાજ દ્વારા દીપ પ્રજ્લવિત કરી અને પુષ્પમાળા અર્પિત કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા મરાઠા સમાજના અગ્રણી ઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. આશરે બે વર્ષ પહેલા સ્માર્ટ સિટી કામગીરી અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજ જી અને સ્વામી વિવેકાનંદ જી મૂર્તિઓ હટાવવામાં આવી હતી તેના માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર દ્વારા દાહોદ જિલ્લા પ્રશાસન અને સ્માર્ટ સિટી ના અધિકારી ઓ ને ટૂંક સમયમાં સ્વામી વિવેકાનંદ જી અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જી ની મૂર્તિઓ યોગ્ય મૂળ સ્થાને મૂકવા વિનંતી કરવામાં આવી





