ભરૂચ તાલુકાના સ્પોર્ટ્સ સીટી પ્લેગ્રાઉન્ડ બોરી ખાતે આંતર ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪નું ભવ્ય સમાપન



સમીર પટેલ, ભરૂચ
આંતર તાલુકા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિક્ષણ શાખાએ ફાઇનલમાં ઝગડીયા તા.પં.ને હરાવી વિજય મેળવ્યો. સ્પોર્ટ્સ સીટી પ્લેગ્રાઉન્ડ, બોરી ખાતે આંતર તાલુકા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ની સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં 9 તાલુકા પંચાયત, 1 પદાધિકારીશ્રીઓ તથા વિવિધ શાખાઓની ટીમો સહિત કુલ 16 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શિક્ષણ શાખા અને તાલુકા પંચાયત ઝગડીયા વચ્ચે રમાઈ હતી, જેમાં શિક્ષણ શાખાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ભવ્ય વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી.
ફાઇનલ મેચમાં ઉત્તમ રમત બદલ હેમંત વસાવાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન સુંદર પ્રદર્શન બદલ હાંસોટ ટીમના મયુર ચૌધરીને મેન ઓફ ધી સીરીઝ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.જે હાંસોટ તાલુકા પંચાયત ટીમના કેપ્ટન નિલેશભાઈ સોલંકી તેમજ સમગ્ર ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
વિનર ટીમને ટ્રોફી જિલ્લા આંકડા અધિકારી મેહુલ પટેલના હસ્તે તથા રનર્સ અપ ટીમને ટ્રોફી સ્પોર્ટ્સ સીટી પ્લેગ્રાઉન્ડના માલિક દુષ્યંતભાઈના હસ્તે ટીમના કેપ્ટનને આપવામાં આવી હતી. આ સાથે તમામ ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સફળ આયોજન માટે સ્પોર્ટ્સ સીટી પ્લેગ્રાઉન્ડના માલિકનો આયોજકો દિવ્યેશભાઈ પટેલ, રિન્કેશભાઈ તેમજ તેઓની સમગ્ર ટીમ દ્વારા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.શિક્ષક સોકતઅલીએ ખૂબ જ સુંદર રીતે કોમેન્ટરી કરી ખેલાડીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતે સૌ રાષ્ટ્રગીત ગાઈ છૂટા પડ્યા હતા.



