GUJARATJUNAGADH

જૂનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો તા.૨૫મી ડિસેમ્બરે ભવ્ય ફિનાલે

જૂનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો તા.૨૫મી ડિસેમ્બરે ભવ્ય ફિનાલે

કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જૂનાગઢ ખાતે તા.૨૫મી ડિસેમ્બરે પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ- ૨૦૨૫ના ભવ્ય ફિનાલેમાં ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે. જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે આયોજિત આ ભવ્ય ફિનાલેમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેનાર છે, ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રવ્યાપી સંબોધન કરશે.આ ફિનાલેનો સવારે ૭ કલાકે પ્રતિભાઓના આગમન સાથે શરૂ થશે અને ૭.૩૦ કલાકે સ્પર્ધાઓનો પ્રારંભ થશે. આ સાથે મેડલ સેરેમની ઉપરાંત સવારે ૧૦ કલાકે ઇનામ વિતરણનો સ્ટેજ કાર્યક્રમ યોજાશે.આ ભવ્ય ફિનાલેને નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના નાગરિકોને રમતવીરોનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!