મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં ACMA ટેક એક્સ્પોનો ભવ્ય ઉદ્ઘાટન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ACMA (અમદાવાદ કોમ્પ્યૂટર મર્ચન્ટ્સ એસોસિએશન) ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ તકે મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાંથી પધારેલા 104થી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
ACMA ટેક એક્સ્પો 2 થી 4 જાન્યુઆરી, 2025 દરમિયાન વિજ્ઞાન ભવનમાં યોજાશે. આ પ્રદર્શનમાં પ્રદર્શન અને વેપાર મેળો, નક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ, બિઝનેસ ટુ બિઝનેસ સ્પીડ વેન્ડિંગ સેશન, સ્ટાર્ટઅપ સમિટ, CIO કોંકલેવ, સાયબર ગેમિંગ ચેમ્પિયનશિપ અને સાયબર ક્રાઇમ જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ટેક એક્સ્પોનો મુખ્ય હેતુ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં જ્ઞાનની વહેંચણી, બિઝનેસ નેટવર્કિંગ અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાય તે માટે અવેરનેસ ડ્રાઈવ અને ઈ-વેસ્ટ કલેક્શન ડ્રાઈવ પણ હાથ ધરાશે.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ACMAના પ્રેસિડેન્ટ ગૌરાંગ શેઠ, GTUના વાઈસ ચાન્સેલર રાજુલ ગજ્જર, ગુજરાત કાઉન્સિલ સાયન્સ સિટીના ડાયરેક્ટર સુધીર પટેલ, ACMAના સેક્રેટરી પુરવ શાહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ACMA ટેક એક્સ્પો ટેકનોલોજી ક્ષેત્રમાં નવી તક અને સહયોગ માટેનું એક સક્ષમ પ્લેટફોર્મ સાબિત થશે.








