નવસારી: જલાલપોરના સુલતાનપુર ગામમાં કેન્દ્ર સરકારની CIBA સંસ્થાના સહાયથી વિકસેલું સુખાકારી મોડેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના આદિવાસી પરિવારો કાયમી રોજગારી માટે અન્ય તથા આકસ્મિક તહેવારો જેવા પરિબળો પર આધારિત હતા. ક્યારેક મજૂરી, ક્યારેક અસ્થાયી કામથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું. પણ આજે એ જ ગામમાં એક નવું દ્રશ્ય જોવા મળે છે – માછલીઓથી ભરેલા તળાવ, શાકભાજીના હરિયાળા ખેતરો, બકરાંઓના રેવડા અને કૂકડાની કૂકડકૂ. આ બધું શક્ય બન્યું છે કેન્દ્ર સરકારની “Integrated Aqua-Agri-Poultry and Goat Farming in Brackishwater Pond” મિશ્ર સંકલિત ખેતી પ્રોજેક્ટના અમલથી કેન્દ્ર સરકારની ICAR – CIBA ( કેન્દ્રીય ખારા જલજીવ પાલન અનુસંધાન) સંસ્થા તથા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ ગામના લોકો માટે ભાંભરા ( ખારાં – મીઠા મિશ્ર) પાણીના તળાવમાં માછલી ઉછેર, શાકભાજીની ખેતી, બકરી પાલન તેમજ કૂકડા ઉછેર જેવા વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા છે.
આ સંકલિત ખેતીના પ્રયાસો આજે ગામના અનેક પરિવારો માટે રોજગારીનું સશક્ત સાધન સાબિત થઈ રહ્યા છે. આ યોજનાના અમલ માટે ICAR-CIBA, નવસારી અને નવસારી કૃષિ યુનિ. એ સાથે મળી સુલતાનપુર ગામની ખાર ખાજણ બિનઉપજાઉ જમીનને સુખાકારીના કેન્દ્રમાં રૂપાંતરિત કરી. આ બિનઉપયોગી જમીન પર CIBA દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનું સંપૂર્ણ નાણાકીય રોકાણ કરવામાં આવ્યું, જેમાં તળાવનું ઊંડાણ, માછલી ઉછેર માટે આવશ્યક સુવિધાઓની રચના, ગુણવત્તાયુક્ત માછલીના બીજ, દવા, ખાતર અને અન્ય જરૂરી સામગ્રીની ઉપલબ્ધિનો સમાવેશ થાય છે. ખાસ કરીને, ત્રણ વર્ષ સુધીના તમામ ખર્ચ CIBA દ્વારા જ ઉઠાવવામાં આવશે, જેથી ગામના પરિવારો પર કોઈ નાણાકીય ભાર ન પડે સાથે, હળપતિ મત્સ્ય મંડળના સભ્યોને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી, જેથી તેઓ માછલી ઉછેરના નવા વૈજ્ઞાનિક ઉપાયો સારી રીતે અપનાવી શકે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ગ્રામજનોને શાકભાજી ઉત્પાદન, બકરી પાલન અને કૂકડા ઉછેર માટે તાલીમ આપવામાં આવી, જેના પરિણામે ખેતીની પરંપરાગત પદ્ધતિઓમાં નવીનતા સાથે વૈવિધ્ય ઉમેરાયું.
પરિવારોને એક જ સ્ત્રોત પર આધારિત રહેવાની જરૂર નથી રહી આ સફળતા માત્ર એક સુલતાનપુર ગામની કહાની નથી, પણ એ એક જીવંત સંદેશ છે- “જ્યારે યોજના, સહકાર અને મહેનતનું ત્રિવેણી સંગમ થાય, ત્યારે બિનઉપજાઉ જમીન પણ સુખાકારીના સોનેરી બીજ ઉગાડે છે.”
બોક્ષ આઈટમ :
કેન્દ્ર સરકારના “Integrated Aqua-Agri-Poultry and Goat Farming in Brackishwater Pond (ST Component)” પ્રોજેક્ટ અંતર્ગત સુલતાનપુર ગામમાં ૨ એકર ખાજણ બિનઉપજાઉ જમીન પર વિવિધ પ્રકારનાં પાકો અને પશુપાલનનું સંકલન કરવામાં આવ્યું છે, જે ગામના લોકો માટે બહુવિધ આવકનાં રસ્તા ખોલે છે. અહીં સીસેબાસ ફ્રાય, મિલ્કફિશ, મડ ક્રેબ, સીસેબાસ જુવેનાઈલ્સ અને પર્લસ્પોટ જેવા માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. સાથે જ દેશી કૂકડાં, બકરાં, શાકભાજીના રોપાં અને ફળનાં છોડ વાવવામાં આવ્યા છે.
આ રીતે પાણી, જમીન અને પશુપાલન ત્રણેયનો






