જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ

23 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ પાલનપુર તાલુકાના જગાણા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ મહેમાનોના વરદ્ હસ્તે રીબીન કાપી ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી આ ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય ઉદ્દેશ જગાણા અને આજુબાજુના ગ્રામ્યપ્રદેશની નવિન પઢીમાં એકતા-અખંડિતતા ખેલદિલીની ભાવના વધે અને સૌહાર્દ જળવાય રહે તેવા ઉમદા વિચારો અને પવિત્ર હેતુથી આ ટુર્નામેન્ટનું દર વર્ષ જગાણાના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે આયોજકોશ્રીએ જણાવ્યું કે આશરે ૧૨૦ જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે અને ખેલદિલીની ભાવનાથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે તેવું જરમોલ જિતેન્દ્ર, વિજય કુણિયા, અક્ષય જરમોલ આયોજકોશ્રીએ જણાવ્યું હતું આ ટુર્નામેન્ટના ભવ્ય શુભારંભ પ્રસંગે જાળેશ્વર ગૃપના રમેશભાઈ ફોફ,ડે.સરપંચ હરેશભાઇ કરેણ,ભેમજીભાઇ ચૌધરી, રતીભાઇ લોહ,મોતીભાઈ જુઆ, ભાવેશભાઈ કરેણ,દિલીપભાઈ કરેણ,માંનજીભાઇ ચૌધરી, રમેશભાઈ મકવાણા, ગોવિંદભાઇ પરમાર, હરજીભાઇ ચૌહાણ, નરેશ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.





