NATIONAL

બિલ્ડરો દ્વારા ખરીદદારો સાથે છેતરપિંડી થઈ રહી છે, સમગ્ર દેશમાં સમજૂતી કરાર એક સમાન હોવો જોઈએ : સુપ્રીમ કોર્ટ

બિલ્ડરો પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- ખરીદદારો સાથે છેતરપિંડી થઈ રહી છે, સમગ્ર દેશમાં સમજૂતી કરાર એક સમાન હોવી જોઈએ

નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે સોમવારે ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે દેશભરના બિલ્ડરો ખરીદદારો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ કારણે હવે સમગ્ર દેશમાં બિલ્ડર-બાયર એગ્રીમેન્ટમાં એકરૂપતા લાવવાની જરૂર છે. કેસની આગામી સુનાવણી 19 જુલાઈએ થશે.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે એક સમાન બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ બનાવવાની માંગ કરતી પીઆઈએલ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સોમવારે સુનાવણી હાથ ધરી હતી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે સમગ્ર ભારતમાં બિલ્ડરો દ્વારા ખરીદદારોને છેતરવામાં આવે છે. તેથી હવે કરારમાં એકરૂપતા લાવવાની જરૂર છે. કોર્ટે કહ્યું કે અમારે એમિકસ રિપોર્ટ જોવો પડશે. આ સિવાય ક્રેડાઈના વાંધાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. આને તમામ રાજ્યોએ લાગુ કરવાની જરૂર છે.

Back to top button
error: Content is protected !!