BANASKANTHADEODARGUJARAT

મકડાલા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ માલધારી સમાજના ગોકળ ભુવાજીએ વ્યસન મુક્ત માતાજીની જાતરો કરવા અપીલ કરી 

મકડાલા ગામે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ માલધારી સમાજના ગોકળ ભુવાજીએ વ્યસન મુક્ત માતાજીની જાતરો કરવા અપીલ કરી

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

કાછેલા પરિવારની કુળદેવી મેલડી માતાજીના ભુવાજીએ ચૈત્ર મહિનામાં જાત્તરમાં ધુણતા ધુણતા સમાજો સુધારણા તરફ વળે અને તમામ સમાજો વ્યસન મુક્ત બની આવનારી નવી પેઢી ઓમાં બાળકોને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે ની હાકલ કરી હતી

 

દિયોદર તાલુકાના મકડાલા ગામે આવેલા પૌરાણિક મેલડી માતાજીના મંદિરે ચૈત્ર મહિનાની આઠમના દિવસે મોલડી માતાજી ની ભવ્ય રમેલ નું આયોજન કરાયું હતું જેમાં મકડાલા ગામના વાઘેલા પરિવાર દ્વારા માતાજીના કોલ ને જાળવી રાખવા દર ત્રણ વર્ષે માતાજીની જાતર કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ચૈત્ર મહિનાની આઠમના દિવસે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે માતાજીની રમેલ આઠમના સાંજે માતાજીના મંદિર પટાંગણ માં ધૂણ રાખવામાં આવી હતી જેમાં મંદિર ના ભુવાજી સહિત અઢારે આલમના ભુવાજીયો પધાર્યા હતા અને સવારે ઉગતા સૂર્યના કિરણો બહાર નીકળે ત્યારે માતાજીના તેલફુલ ચડાવવા માં આવ્યા હતા જે રમેલમાં મેલડી માતાજીના માલધારી સમાજના કાચેલા પરિવારના ગોકળભાઇ ભુવા જી એ ધુણતા ધુણતા વ્યસન મુક્તિ માટે અપીલ કરી અન્ય ભુવાજીઓ ને એક સંદેશો આપ્યો હતો ગામના યુવાનો અને આગેવાનોના સહકારથી યોજાયેલ આ મેલડી માતાજીની રમેલ માં મોટી સંખ્યામાં અઢારે આલમના ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને ગ્રામજનોને તમાકુ, દારૂ અને અન્ય વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સારા જીવન તરફ આગળ વધવા પ્રેરિત કરવાનો હતો.

 

રમેલ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા વ્યસનના નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મેલડી માતાજીના આશીર્વાદ સાથે ગ્રામજનોએ વ્યસન મુક્ત ગામ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલમાં યોજાયો હતો અને અંતે સવારે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડયા હતા

Back to top button
error: Content is protected !!