હાલોલ નગર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ,નગરમાં નીકળી ભવ્ય શોભાયાત્રા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૩.૨૦૨૬
હાલોલ નગર ખાતે કણજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર ની ઉપસ્થિતમાં શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.હાલોલ નગર ખાતે પ્રતિ વર્ષ ની જેમ આજે ચૈત્રસુદ નોમ રામ નવમી પર્વ ને લઇ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા ભક્તિસભર વાતાવરણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામ ના જન્મદિન ની ઉજવણી ને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જે ને લઇ રામભક્તો દ્વારા નગર ના રાજમાર્ગો ને ધજાક પતાકા તેમજ રંગબેરંગી રોશની થી શણગારવામાં આવ્યું છે.જેની છેલ્લા ઘણા સમયથી તેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. આજે શુક્રવાર ના રોજ ઢળતી સાંજે સંતો મહંતોનાં માર્ગદર્શન હેઠળ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ હાલોલ દ્વારા નગરના ગોધરા રોડ સ્થિત વી એમ સ્કૂલ ખાતેથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ની મોટા કદની પ્રતિમાને સુશોભિત ગાડી માં બિરાજમાન કરી ઢોલ નગારા અને ડીજે ના તાલે શોભાયાત્રા નું શાસ્ત્રોક્ત વિધિવત વૈદિક મંત્રોચાર સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી રામજી ની નીકળેલ શોભાયાત્રા માં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોનાં માર્ગદર્શન હેઠળ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઇ હતી.જેમાં કંજરી રામજી મંદિરના મહંત પ.પૂ. રામશરણદાસજી મહારાજ,હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર,કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર,હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહા અનુભવો જોડાયા હતા. જેમાં શોભાયાત્રામાં વિવિધ મલખમ બાળ ગ્રુપ દ્વારા ભગવાન રામ લક્ષ્મણ સીતા માતા હનુમાનજી સહિતના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બનવા પામ્યું હતું.જ્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાલોલ સહિત તાલુકાના શ્રીરામ ભક્તો જોડાયા હતા.અને રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.











