DAHODGUJARAT

દાહોદમાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવશે ૧૯મી જૂન ૨૦૨૫ વિશ્વ સિકલસેલ દિવસ

તા.૧૮.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવશે ૧૯મી જૂન ૨૦૨૫ વિશ્વ સિકલસેલ દિવસ

સિકલસેલ એનિમિયા (Sickle Cell Anemia) એ એક વારસાગત રોગ છે. જે હીમોગ્લોબિનની ઉણપના કારણે થાય છે, જે રક્તકણોને સિકલના આકારમાં ફેરવે છે. આ અસામાન્ય આકારના રક્તકણો લવચીકતા ગુમાવે છે અને નાની રક્તવાહિનીઓમાં અટકી જાય છે, જેના પરિણામે દુખાવો, વિવિધ અંગોને નુકસાન અને અન્ય ગંભીર સમસ્યાઓ સર્જાય છે

કારણો અને વારસાગત:સિકલસેલ એનિમિયા એક જિનેટિક રોગ છે. જે હિમોગ્લોબિન S (HbS) નામના કારણે થાય છે. જો બાળકને પેરેન્ટસમાંથી એક એક HbS જિન મળે તો તેને સિકલસેલ રોગી કહેવાય છે. અને માત્ર એક જ HbS જિન મળે તો તે વ્યક્તિને સિકલસેલ વાહક કહેવાય છે, જે સામાન્ય રીતે લક્ષણો દર્શાવતો નથી, પરંતુ તે જિન આગળની પેઢી સુધી પહોંચાડી શકે છે. શું કરવું જોઇએ – ખૂબ પાણી પીવું- નિયમિત ફોલિક એસીડ અને જરૂરી દવા લેવી – સમતોલ આહાર લેવો- વધુ ઠંડીમાં મફલર સ્વેટર પહેરવા- લીલા શાકભાજી ફળોનો ઉપયોગ કરવો- નિયમિત શારીરિક તપાસ કરાવવી -શું ન કરવું જોઇએ  વધુ શારિરિક શ્રમવાળી કસરતો ન કરવી- વધુ ઉચાઇવાળી જગ્યાએ ન જવું- વરસાદમાં કે ઠંડા પાણીમાં પલળવું નહીં- વધુ ગરમીમાં બહાર ન ફરવું સિકલ સેલ એનીમિયા રોગના લક્ષણો – શરીર ફીકું પડી જવું- વારંવાર કમળો થવો.- બરોળ મોટી થઇ જવી.- પેટમાં દુઃખાવો થવો.- હાથ અને પગના સાંધામાં સોજો આવવો.- સાંધાનો દુઃખાવો થવો.- વારંવાર તાવ આવવો.સિકલ સેલની સારવાર – ફોલીક એસિડની ગોળી (૫ મી.ગ્રા) રોજ લેવી.- દુખાવા માટે દર્દશામક ગોળી, જરૂર પડે ત્યારે દુખાવો મટે ત્યાં સુધી લેવી.- વધુ માત્રામાં પ્રવાહી પીવું. રોજના ૧૦ થી ૧૫ ગ્લાસ પાણી પીવું.સમગ્ર દેશમાં ૧૯ મી જુનના રોજ ‘ વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સિકલસેલ એક આનુવંશીક રોગ છે. આ રોગના કારણે સિકલસેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતા વધારે તકલીફ પડતી હોય છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઈને દર્દીની તકલીફ દુર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે ૧૭ રાજયોમાં સિકલસેલ એનીમિયા નાબુદી મિશન ૨૦૪૭ કાર્યક્રમનો પ્રારંભ વર્ષ ૨૦૨૩ થી કરવવામાં આવ્યો છે.જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશાસૂચન હેઠળ તા.૧૯/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ કેમ્પ જેમાં સિકલસેલ ડીસીઝ દર્દીઓની અને સગર્ભા માતાઓની મેડીકલ તપાસ, બ્લડ ગ્રુપ, હિમોગ્લોબીન કાઉન્સેલીંગ કરવામાં આવશે.આ ઉપરાંત સિકલસેલ અંગેની રેલી, સિકલસેલ વિશે સમજણ, સિકલસેલ જનજાગૃતિના વિડીયો, સિકલસેલ એનિમિયા રોગના લક્ષણો, સિકલસેલ દર્દીએ લેવાની કાળજી સિકલસેલની સારવાર અંગેની આઈ.ઈ.સી. અને જિલ્લાની આદિજાતિ સંચાલિત શાળાઓમાં તા.૧૫/૦૭/૨૦૨૫ સુધી સિકલસેલ સ્ક્રીનીંગ, આઈ.ઈ.સી. અને કાઉન્સેલીંગ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!