સંતરામપુર નગરમાં લીલા કલરનું ફ્લાવર માર્કેટમાં વેચાવ આવતા કુતૂહલ
સંતરામપુર નગરમાં લીલા કલરનું ફુલેવર બજારમાં ખેડૂત દ્વારા વેચાવા આવતા નગરજનોમાં કુતુહલ ફેલાયું…
રિપોર્ટર…..
અમીન કોઠારી. મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પ્રથમવાર ખેડૂતે ગ્રીન ફુલેવરની ખેતી કરી અને માર્કેટમાં તેનું વેચાણ કરતા જોવા મળે છે.
તાલુકા માં પ્રથમવાર ગ્રીન ફુલેવરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના ફુલાવરસૌથી વધારે મહારાષ્ટ્ર મુંબઈ નાશિક પુનામાં થતું હોય છે.સંતરામપુરતાલુકાનાશ્રમિક ખેડૂતો મહારાષ્ટ્ર પુના અને મુંબઈમાં ખેતી કરવા માટે અને મજૂરી કામે જતા હોય ત્યાંથી આ છોડ લાવીને પોતાના ખેતરમાં રોપ કરવામાં આવેલો હતો એક ખેતરની અંદર ઓછામાં ઓછો 500 કિલો જેટલું આ ફ્લાવર કર્યું હતું જેનું સંતરામપુરમાં આજરોજ વેચાણ થયેલું હતું અને મોટાભાગના સંતરામપુર નગરવાસીઓએ આ ફુલેવરની પણ ખરીદી કરી હતી આ ગ્રીન ફુલેવર અત્યારે માર્કેટમાં સો રૂપિયા કીલો ના ભાવે વેચાય છે.જયારેસફેદ ફુલેવરનું ભાવ ફક્ત અત્યારે 20 રૂપિયાથી આગળ વધતો નથી તબીબો પાસેથી મળતી માહિતી મુજબ આરોગ્ય માટે આ ફુલેવર ખાવું સારું છે તેવું પણ માહિતી મળી રહેલી છે આ ફુલેવરમાં કોઈ પણ પ્રકારનું ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી ફક્ત છાણ્યો ખાતર નાખીને આ છોડ રોપી દેવામાં આવતા હોય છે અને બે થી અઢી મહિનામાં તેનું ઉત્પાદન થતું હોય છે ગ્રીન ફુલેવર દેખીને લોકોમાં કુતુહલ જોવા મળી આવેલો હતું અને તેની ખરીદી કરવા માટે પણ આજુબાજુના લોકો ઉમટી પડ્યા હતા સફેદ ફુલેવર કરતા આ ગ્રીન ફુલેવરનું પણ ટેસ્ટ પણ અલગ જ આવે તેવી પણ વિગત મળી હતી તેને ખરીદીમાં લોકોએ બે થી અઢી કિલો એક સાથે ખરીદી કરી હતી સ્થાનિક લોકો ગ્રીન ફુલેવરને જોઈને વિચારવા પડી ગયેલા ખરેખર આ ગ્રીન ફુલાવર ખાવા માટે હોય છે પરંતુ તેનો સૌથી સારો ટેસ્ટ પણ આવે છે અને તેનો ખાવામાં ઉપયોગ થઈ શકે છે અને આરોગ્ય માટે પણ સારું છે આ ગ્રીન ફુલેવરની ખેડૂતે ખેતી કરીને સારી એવી આવક પણ મેળવી એના ફક્ત છોડ જ આવે છે આ છોડનું રોપણ કરીને તેને ઉછેરવામાં આવે છે એ ડાયરેક્ટ ખેતરમાંથી લાવીને માર્કેટમાં તેનું વેચાણ થતું હોય છે .
અમે
અમે મહારાષ્ટ્ર બાજુ કામ કરવા માટે ગયાં હતાં અને તેબાજુથી અમે છોડ લાવ્યા હતા આ છોડ અમારા ખેતરમાં નાયખા અને બે થી અઢી મહિનામાં આ લીલા કલરનું ફુલાવર ઉત્પન્ન થયું હતું અને તેનું માર્કેટમાં વેચવા આવેલા હતા …
બાઈટ
કમલેશભાઈ ડીંડોર (ખેડૂત)