
તા.૦૧.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં આવેલ સબ જેલમાં ખુલ્લી પડતર જમીનમાં પાકા કેદીઓની મહેનતથી જમીનમાં ખેડાણ કરી જમીનમાં લીલોતરી શાકભાજીનો વાવેતર કરવામાં આવ્યું
પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટનના વડા ડૉ.કે.એલ.રાવલ.રાવ સાહેબ અને અધિ.પો.મહા.અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન સુચના અને મંજુરી મુજબ જેલ અધિક્ષક એમ.એલ.ગમારા તથા સુબેદાર મહેશભાઈ ડામોર અને સર્વે સ્ટાફની સુંદર કામગીરીથી અત્રેની જેલના પાકા કેદીઓને મહેનતથી અત્રેની જેલ બની ત્યારથી ખુલ્લી પડતર જેલ બહારની જમીનમાં ખેડાણ કરી તેમાં રીંગણ,ભીંડા,તુવેર મરચા,ટામેટા,દુધી,ડ્રેગન ક્રુડ,આમળા,દાડમ,જમરૂખનુ વાવેતર કરવામાં આવેલ છે. અને જે બાકી જમીન રહેલ છે.તેમા ફ્લાવર,કોબી,બ્રોકોલીનુ વાવેતર કરવામાં આવશે.અને આ ઉત્પાદન થશે તેનો ઉપયોગ જેલના કેદીઓને શાકભાજી તરીકે આપવામાં આવશે.અને વધશે તેનુ સામાન્ય જનતાને વેચાણથી આપવામાં આવશે.આ જે શાકભાજી ઉગાડવામાં આવેલ છે.તેનુ ઉત્પાદન પ્રાકૃતિક રીતે (કેમિકલ રહિત) થશે.અને જે આવક થશે તે રકમ કેદી વેલ્ફેરમાં જમાં કરવામાં આવશે





