આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા દીક્ષાંત સમારોહ યોજાયો

12 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા દીક્ષાંત સમારોહ તા-11/2/2026 ના રોજ યોજાઈ ગયો.આ સમારોહને શોભાવવા મહાનુભાવોમાં શ્રી બિપીનચંદ્ર એન. પટેલ (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મહેસાણા), શ્રી રોહિતકુમાર એમ. ચૌધરી (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમદાવાદ શહેર), શ્રી ડાહ્યાભાઈ ચૌધરી ઉર્ફે ડેનીભાઈ ચૌધરી (સમૌ હાલ-USA), કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી ડૉ. વિઠ્ઠલભાઈ ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રી આઈ.બી.ચૌધરી, ખુમજીભાઈ ચૌધરી, જેસંગભાઈ ચૌધરી, નારાયણભાઈ ચૌધરી વગેરે શિક્ષણવિદ્દો તથા મોટી સંખ્યામાં વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ્દહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત રજૂ કરી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓની પ્રગતિ માટે સરસ્વતી દેવીની ઉપાસના કરવામાં આવી હતી. કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ.વિઠ્ઠલભાઈ વી.ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહાનુભાવોનું બુકે અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં સમારંભના મહાનુભાવ શ્રી બિપીનચંદ્ર એન. પટેલ (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મહેસાણા)એ “કેળવે તે કેળવણી” તથા “શિક્ષણ એટલે શિસ્ત, ક્ષમા અને સહકાર” વિશે પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તમ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. તથા શ્રી રોહિતકુમાર એમ. ચૌધરી (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમદાવાદ શહેર)એ પ્રાસંગિક પ્રવચનમાં “સંઘર્ષ એજ જીવન” અને “સંઘર્ષ એટલે સફળતા” વિશે સદૃષ્ટાંત પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી પ્રગતિના સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. અન્ય મહાનુભાવોમાં શ્રી ડાહ્યાભાઈ ચૌધરી ઉર્ફે ડેનીભાઈ ચૌધરી, ડૉ.સુરેશભાઈ ચૌધરી, શ્રી આઈ.બી.ચૌધરી તથા શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી વગેરેએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં “શિક્ષણ એટલે જીવન ઘડતર અને ઉત્તમ માનવ સમાજનું નિર્માણ” વિશે પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે શિક્ષણ ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે અને અન્ય વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ્દહસ્તે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને અન્ય ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં આભારવિધિ મંત્રીશ્રી જે.ડી. ચૌધરીએ કરી હતી.આમ કેળવણી મંડળના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.





