BODELICHHOTA UDAIPURGUJARATJETPUR PAVIKAVANTNASAVADISANKHEDA
પાવીજેતપુરના કલારાણી ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભંગુરીયાનો મેળો યોજાયો
આદીવાસી પરંપરા મુજબ ઢોલ નગારા –ત્રાસા અને પાવા લઈને ટીમલી નાચતા કુદતા લોકો જોવા મળ્યા
છોટાઉદેપુર પંથક્મા આદીવાસીઓના સૌથી મોટા અને પારંપરીક ગણાતા હોળીના તહેવાર પુર્વે ભંગુરીયાના મેળા યોજાઈ રહ્યા છે, ત્યારે આજે પાવીજેતપુર તાલુકાના કલારાણી ખાતે પાવીજેતપુર વિધાનસભાનાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિત ભંગુરીયાનો મેળો ભરાયો હતો.
જેમા આદીવાસીઓ મોટી સંખ્યામા રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી આદીવાસી પરંપરા મુજબ ઢોલ નગારા –ત્રાસા અને પાવા લઈને ટીમલી નાચતા કુદતા જોવા મળ્યા હતા. ભંગુરીયાના મેળામા મહાલવા આસપાસના ગામડાઓમાથી મોટી સંખ્યામા આદીવાસીઓ ઉમટી પડ્યા હતા. અને હોળીની ખરીદી કરી મેળાની મોજ માળી હતી.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર