BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના આકોલી ના સ્વ.હંસાબા વાઘેલા ના સ્મરણાર્થે ગૌ શાળાઓ તેમજ પક્ષીઓના ચણ માટે અનુદાન કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના આકોલી ના સ્વ.હંસાબા વાઘેલા ના સ્મરણાર્થે ગૌ શાળાઓ તેમજ પક્ષીઓના ચણ માટે અનુદાન કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના આકોલી ના સ્વ.હંસાબા વાઘેલા ના સ્મરણાર્થે ગૌ શાળાઓ તેમજ પક્ષીઓના ચણ માટે અનુદાન કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના આકોલી ખાતે ઓગડ ચોક દરબા ગઢમાં રહેતા કલનમનો તેજબ (સા.) ના તંત્રી પત્રકાર ક્ષેત્રે કારકિર્દી ધરાવતા પ્રેસ રિપોર્ટર વાઘેલા હેમુભા ભગવાનસિંહજી ના ધર્મપત્ની હંસાબાનું ગત તા.૧૦/૫/૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું હતું.સ્વ.ની સ્મશાન યાત્રામાં સામાજીક, રાજકીય,શૈક્ષણિક,સગાવહાલા, સ્નેહીજનો,ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સહીત અઢારેય આલમ જોડાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. ત્યારે સમગ્ર વાઘેલા જાગીરદાર રાજપૂત પરિવારે શોકની લાગણી અનુભવી હતી. સ્વ.હંસાબા હેમુભા વાઘેલાના પરિવારને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ટેલિફોનિક તથા સામાજિક- રાજકીયપક્ષો, કાર્યકરો સહીત સ્વ.હંસાબા વાઘેલા ના પરિવારને શાન્ત્વતા આપી દુઃખ વ્યક્ત કર્યું હતું.સ્વ.ના દિવ્યાત્માને શાંતિ અર્થે પરિવાર દ્વારા આકોલી ગૌ શાળામાં ૫,૦૦૦/-, શિહોરી વાદળી ગૌ સેવા હોસ્પિટલમાં ૫,૧૦૦/-, શ્રી જોગમાયા ગૌ શાળા વડામાં ૫,૧૦૦/- રૂપિયા સહીત પક્ષીઓ માટે ચણ અને ગૌ માતા માટે ૭,૦૦૦/- રૂપિયાનું લીલું ઘાસ,સ્મશાન ગૃહમાં બે બાંકડા માટે ૪,૦૦૦/- રૂપિયાનું અનુદાન ગામના વડીલોનેઅર્પણ કરી પતિ હેમુભા વાઘેલા,પુત્ર નમનસિંહ વાઘેલા,દિયર મહેન્દ્રસિંહ વાઘેલા,બળવંતસિંહ વાઘેલા, બકુભા વાઘેલા,અરૂણસિંહ વાઘેલા,ભત્રીજા વિપુલસિંહ વાઘેલા,પૃથ્વીરાજસિંહ વાઘેલા, કૃષ્ણપાલસિંહ વાઘેલા, પદ્મરાજસિંહ વાઘેલા,ભાણુભા સુરજસિંહ ચુડાસમા, પૌત્ર રુદ્રસિંહ વાઘેલા સહીત કીનુભા ભીખાજી વાઘેલા, કીર્તિસિંહ વાઘેલા તેમજ સમગ્ર વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સ્વર્ગીય આત્મા ને પ્રભુ શાન્તિ આપે એવી પ્રાથના કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. માત્ર ૪૫ વર્ષની વયે નિધન થતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!