WAKANER:વાંકાનેર ભાટીયા સોસાયટીમાં ભાટીએ કા રાજા ગજાનંદ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત 11 દિવસ ગણેશ પંડાલ મા વિવિધ કાર્યક્રમો યોજાયો

WAKANER:વાંકાનેર ભાટીયા સોસાયટીમાં ભાટીએ કા રાજા ગજાનંદ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત 11 દિવસ ગણેશ પંડાલ મા વિવિધ કાર્યક્રમો યોજાયો
સત્સંગહોલવાળી શેરી મા 21 ધર આવેલ છે જે સમગ્ર વિસ્તાર ના લોકો એ એક જુથ પરીવાર ની માફક શેરી ની એકતા નું પ્રતીક ભક્તિ ભાવે ગણેશ ચોથ થી વિસર્જન સુધી સતત 11 દિવસ ભક્તિ ભાવે ધાર્મિક રંગે રંગાયા હતા જેમાં રોજે રોજ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓનો પ્રસાદ સાથે આરતી મહા આરતી પૂજા પાઠ પ્રાર્થના ગરબા વગેરે કાર્યક્રમો ને પ્રધાન્ય આપી ગણેશ બાપાના આશિષ મેળવવાનું પ્રયાસ કર્યો હતો બાપાના આશીર્વાદ એ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમના ભાગરૂપે જોવા મળ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર વિસ્તારના ભાઈઓ અને બહેનોએ સહયોગ અને સહકાર સંપૂર્ણ પૂરો પાડ્યો હતો આ કાર્યક્રમમાં હિન્દુ ધાર્મિક વિધિ દીપકભાઈ દવે મહારાજ અને જયદીપભાઇ દવે મહારાજે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર 11 દિવસ સુધી ધાર્મિક કથા પ્રવચનો આપ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન
અરવિંદભાઈ પટેલ, સંજયભાઈ ભીંડોરા, રાજુભાઈ પટેલ, પ્રતિકભાઇ ગોસાઈ, સંજય સિંહ જાડેજા, હરદાસ ભાઈ આહીર, શૈલેષભાઈ ગોહિલ, અશ્વિનભાઈ મિસ્ત્રી, સુરેશભાઈ મિસ્ત્રી, પંકજભાઈ ગોહેલ, મૌલિકભાઈ બાવાજી, પ્રવીણભાઈ વાઘેલા, નગીનભાઈ દરજી, રણજીતભાઈ આહિર, નરોતમભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ પ્રજાપતિ, વગેરે સારી એવી જેમ જ ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમની આભાર વિધિ સમગ્ર શેરીના લોકોએ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન ભાટિયા સોસાયટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ભાટી એકા રાજા ગજાનંદ ગ્રુપ ના ગણેશ પંડાલ ખાતે દર્શન કરવા હાજરી આપી હતી અને વિવિધ કાર્યક્રમો જેવા કે 56 ભોગ મહારથી આરતી પૂજા પાઠ પ્રાર્થના રાબેતા મુજબ 11 દિવસ સુધી કરવામાં આવેલ હતીદશરથ સિંહ પી ઝાલા દેવડી વાળા ની એક અખબારી યાદીમાં જણાવ્યું છે







