GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

GST-ઝટકો બદલીઓનો,જથ્થાબંધ હુકમ

 

રાજીવ ટોપનોના”સ્વચ્છતા” એક્શનથી અનેક ચીટકુઓને આંચકા લાગ્યા

જામનગર (ભરત ભોગાયતા)

 

જીએસટીના ગુજરાતના વીઝનરી ચીફ કમીશનર અને કરપ્શન માટે ઝીરો ટોલરન્સ ધરાવતા પારખુ સીનીયર સનદી અધીકારી રાજીવ ટોપના પગલાથી ગત મોડી રાત્રે ગુજરાતના GST વિભાગને મોટો ઝટકો લાગ્યો છે કેમકે બદલીઓના,જથ્થાબંધ હુકમ થયા છે જે એમ કહેવાય છે કે ડીપાર્ટમેન્ટમાં જાણે રાજીવ ટોપનોના”સ્વચ્છતા” એક્શન ગણાય છે જેનાથી અનેક ચીટકુઓને આંચકા લાગ્યા છે આ બદલી હુકમ વીણી વીણી ને કરવામાં આવ્યા છે ચોક્કસ એ માટે ઘણી કવાયત થઇ હશે તે સમજી શકાય છે છેલ્લા ઘણા મહિનાઓથી જીએસટી કૌભાંડ ઝડપાયા હતા અને તપાસ કરતા આ કૌભાંડોમાં ક્યાંક ને ક્યાંક ચીટકુઓનો પ્રત્યક્ષ પરોક્ષ મદદનો હાથ હોય શકે માટે બદલીઓ થયાનુ લોકો તારણ કાઢે છે અનુમાન કરે છે આ પહેલા ગુજરાતમાં જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારી અધીકારીઓની બદલીઓ ગત ઓગસ્ટ ૨૦૨૪ થઇ હતી દરમ્યાન ગત મોડી રાતે રાજ્ય વેરા વિભાગના ચીફ કમીશનર રાજીવ ટોપનોની સહીથી થયેલી બદલીઓમાંથી જાહેર હીતની જેટલી બદલીઓ છે તેને સુચક ગણવામાં આવે છે  તેમજ હુકમના ચુસ્ત અને તરત પાલન કરવા પણ જણાવાયુ છે હજુ તો આ આવા ખાસ પ્રકારની અને રાજ્ય વેરા હિતમાં થયેલી બદલીઓનો હુકમ હજુ પ્રથમ પગલુ ગણાય છે કેમકે ચીફ કમીશનર ઓફ સ્ટેટ જીએસટી દ્વારા મોટા પ્રમાણમાં વિભાગના અમુક ચોક્કસ લોકોના “ગેરરીતી”ઓના કચ્ચા ચીઠા શોધી લેવાયા છે માટે તો જેટલી જાહેર હિતની બદલીઓ છે તે સમીક્ષા જનક ગણાય છે.

ઉપરાંત કેન્દ્ર સરકારે દિલ્હી કક્ષાના સમર્થ અને જરૂરી આકરા પગલા મક્કમતાથી લેનારા સીનિયર અને જાણીતા IAS અધિકારી રાજીવ ટોપનોને ગુજરાત રાજ્યવેરા ખાતામાં ખાસ મીશન માટે મુકાયેલ જેઓ દ્વારા પ્રથમ આદેશ કરી કરોડોના કોભાંડીઓને છાવરનાર વર્ષોથી એકને એક જગ્યા ઊપર રહેલ અધીકારી તથા કર્મચારીઓની સાગમટે બદલીઓ કરેલ છે.

સૌરાષ્ટ્ર ગુજરાતમાં
અનેક શહેરોમાંથી મોટાપાયે જંગી રકમોની જીએસટી ચોરી પકડાઇ
અમુક કૌભાંડીઓએ સેંકડો બોગસ કંપની બનાવી ટેક્સ ઇનપુટસ અને ટેક્સ ક્રેડીટ મેળવી લીધેલી હતી
આ બધુ જ એક હાથે તાળી પડે? ન જ પડે ને, તેમ નિષ્ણાંતો એ જણાવ્યુ છે

બીજુ જીએસટી જેવા સંવેદનશીલ અને સરકારની કર આવકની કરોડરજ્જુ સમાન વિભાગમા વરસોથી ચીટકેલા અધીકારીઓ કર્મચારીઓની વીણી વીણી ને જાનબે બદલી થઇ હોય તેવા હુકમો પરથી તારણ મળે છે

કેમકે અેક જગ્યાએ હોય પેધી જાય ને બધુ જ જાણી પણ જાય કદાચ કૌભાંડીઓના સાથી પણ બન્યા હોય તો??
વગેરે પ્રકારની અનેક ફરીયાદો અને ફીડબેક ઉચ્ચ કક્ષાએ પહોંચેલી બાદ તેની ખાનગી તપાસ પણ થઇ હતી અને ચીફ જીએસટી કમીશનરના બારીક ઓબઝરર્વેશન બાદ ગુજરાત સરકારે જે બદલીના હુકમ કર્યા છે તેમાં પેધી ગયેલા
દાખલા તરીકે જામનગરથી ગુજરાતમા ગુજરાતમાંથી કોઇ જામનગર તરફ વગેરે પ્રકારની બદલીઓ ના હુકમ થયા છે જેથી સાંઠગાંઠ છુટવાની અપેક્ષા રખાય છે
અગાઉ સેલ્સ ટેક્સમાં એવુ બનતુ કે અમુક કર્મચારી પ્રમોશન પણ તે જ સ્થળે લેતા ઇન્સ્પેક્ટર કે ઓફીસર ત્યા જ બને અને રીટાયર પણ થાય અને કદાચ આજુબાજુ ક્યાંક બદલી થાય તો પટ્ટો રીન્યુ કરાવી પરત પોતાના સ્થાને આવી જતા હતા જાનબે વારસાગત ગાદી હોય તેમ અને તેમાંથી અમુકના કારણે સેલ્સ ટેક્સની હાલત જુની જી ઇબી વિભાગ જેવી થઇ હતી તે જ પૈતૃક વિભાગમાં સડો વેટ વખતે રહ્યો અને હાલ જીએસટીમાં પણ છે

ભલે આવી ચોક્કસ બદલીઓથી ટેક્સની આવકનુ આકાશ ન વરસે પણ કૌભાંડને સમર્થન કરતી કાયદાની છટકબારીઓ દેખાડતી પ્રવૃતિઓની સાંઠગાંઠ ચોક્કસ તુટશે અને એક મેસેજ ચોક્કસ સમગ્ર રાજ્યમાં ફરશે કે જો કામ ન કર્યુ જો કચાશ રાખી જો લીકેજ કર્યુ તો ગયા…..આ તો હજુ ચીપકુઓની બદલીઓ થઇ અને નહીતર જરૂર પડ્યે સરકારની શુદ્ધીકરણ પ્રક્રિયામાં કોઇ કોઇ જીએસટી વિભાગના અધીકારીઓને ઘરે પણ બેસાડી દેવાય તો પણ નવાઇ નહી તેમ સમીક્ષકો જણાવે છે

જીએસટી વિભાગમાં વર્ષોથી પંકાયેલા તથા સરકારના રેવન્યુને નુકશાન કરનાર અધિકારીઓ એક જ જગ્યા પર અડીંગો જમાવેલો હતો. હાલના નવા ચીફ કમિશનર રાજીવ ટોપનો ના આ પગલાથી કૌભાડીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયેલ છે હજું મોટા માથાઓ પર પણ તપાસ ચાલુમાં છે તથા તેઓ પર પણ ટૂંક સમયમાં પગલા લેવાશે તેવી આશંકા સેવાઈ રહેલ છે.ઉચ્ચ અધિકારીઓ દ્વારા આચરેલ મસમોટું કરોડોનું કૌભાંડ બહાર આવવાની શકયાતાઓ સેવાઈ રહી છે.કેટલાક અધિકારીઓ ભુગર્ભમાં ઉતરી ગયેલ છે. હવે, કયા ભ્ર્ષ્ટાચારીના નામની ચીઠી ફાટશે તે જોવું રહ્યું ?
ચીટકુઓના નમુનારૂપ ઉદાહરણ જોઇએ તો માધવ ઠાકર અમદવાદ થી પોરબંદર ,મનીશકુમાર અમૃતભાઈ દેશાઈ અમદાવાદ થી આણંદ ,સહદેવસીહ ભગવતસિહ સોલંકી અમદાવાદ થી ગોધરા ,ધરમિત ભાલચંદર જાની ગાંધીનગર થી પેટલાદ ,નંદીશકુમાર જયેશકુમાર દેશાઈ અમદાવાદ થી ભુજ,શૈલેશકુમાર ચંદુભાઈ પટેલ અમદાવાદ થી જામખંભાળીયા ,
હિતેષકુમાર સોમાભાઈ પોરધીયા અમદાવાદ થી બીલીમોરા ,વિશ્ર્વાસ જોષી અમદાવાદ થી વડોદરા ,
શિવરાજ વરૂ વડોદરા થી ગોંડલ ,
હિતેષ વોરા અમદાવાદ થી બોટાદ ,
રાહુલકુમાર મોતા ગાંધીધામ થી જામનગર મુકાયા તેઓ ડીપાર્ટમેન્ટના વિશીષ્ટ “મહાનુભાવો”માં ગણાય છે

_____ગુગલી________

“સ્વચ્છતા અભિયાન” એ માત્ર ઘરનો કે શેરીનો કે ગલીઓનો માત્ર કચરો જ કાઢવો એટલો જ ન હોઇ શકે કોઇ દૂષણ ને ડામો કોઇ ભ્રષ્ટ વ્યવહારોને કાપી નાંખો ……………….વગેરે પણ સ્વચ્છતા અભિયાન જ કહેવાય આમેય સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલે જ છે હવે સફાઇ રોડના એક છેડાથી ચાલતુ હોય તે રોડ ઉપર વચ્ચે વચ્ચે ઓછો કચરો નજરે પડે તે હટાવાય….બાદમાં રોડના છેડે જો જંગી કચરાનો ઢગ હોય તો ત્યાં પહોંચવામાં વાર લાગે પણ સફાઇ તો થાય જ માટે બીલાડીની જેમ આંખમીંચી દુધ પીનારાઓ, પછી તે ગમે તે વિભાગના હોય, તેમને એમ હોય કે કોઇ જોતુ નથી……તો મારા સાયબ તમારી “લીલા” અછાની નથી અને તમે ભલે કોક “ખીલા”ના જોરે ખેલતા હશો પણ કોકવાર ઇ ખીલો જેદી” ઉખડી જશે ત્યારે? નોકરી ત્રીસ વરસની કે વધુ હોય અને સરકારો છ સાત બદલી જાય માટે કોઇના ખીલે બંધાવાના બદલે પોતાની નિષ્ઠા,આવડત,પારદર્શીતા વગેરેથી આદર્શ ફરજ બજાવો નહીતર આજ નહી કે કાલ જો બદલીથી ય બહુ વસમુ લાગતુ હોય તો બીજા હજુ આકરા પગલા લેવાય તો તો આભ જ ટુટી પડે ને……..ભ્રષ્ટાચારથી એકઠી કરેલી સંપતિનો સંતાપ વસમો હોય છે દરેક સરકારી વિભાગના સૌ તેમજ કોઇ પદ આરૂઢ સૌ કોઇ આ નહી સમજે તો સમય તે બધાને એવી પછડાટ આપશે…..કે પશ્ર્ચાતાપ નો સમય કદાચ ન મળે કે અફસોસનુ પણ કઇ ન આવે…..તેમ નિતિશાસ્ર કહે છે.

_________________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist (ગર્વ.એક્રેડેટ)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!