GUJARATVALSADVALSAD CITY / TALUKO
		
	
	
વલસાડ: ટ્રેનની અડફેટે મૃત્યુ પામેલ અજાણ્યા મૃતકના વાલી વારસોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ખાતે થાંભલા નં.-૧૬૯/૨૬-૨૮ વચ્ચે હેલ્થકેર લિમીટેડ કંપની સામે તા.૩૦-૧૦-૨૫ના રોજ સવારે ૯-૩૩ વાગ્યાના સુમારે આશરે ૨૦ થી ૨૫ વર્ષીય અજાણ્યા પુરૂષનું ટ્રેનની અડફેટે આવી જતા સમગ્ર શરીરે, માથાના અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યું થયું હતું. મૃતક પાતળો બાંધો, ઘઉંવર્ણ અને ૫ ફૂટ ૬ ઈંચ ઊંચાઈ ધરાવતો હતો. તેમણે બ્લ્યુ કલરનું Calvin Klein લખેલું પહેરેલું ટ્રેક પેન્ટ અને કાળા કલરનું હાફ બાંયનું ટી-શર્ટ પહેરેલું હતું. નપાસ કરતા તેમનાં કોઈ વાલી-વારસો મળી આવ્યા ન હતા. જો કોઈને મૃતકના વાલી વારસોની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો
૯૯૨૪૪૮૬૮૬૦ દ્વારા સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
				


