
વિજાપુર પિલવાઇ આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામબાગ ખાતે શિવ કથા રસપાન નો કાર્યક્રમ યોજાયો
કથામાં થયેલ દાન મા થયેલ આવક વિધવા બહેનો અને ગરીબ બાળકો માટે ટ્રસ્ટ ઉપયોગ કરશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામબાગ ખાતે શિવકથા નો કાર્યક્રમ કિરીટભાઈ શાસ્ત્રી એ શિવ ભકતો ને શિવ મહિમા નો રસપાન કરાવ્યો હતો. હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સવાર સાંજ શિવ મંદિરો મા ભારે ઘસારો જોવા મળે છે. ધર્મ પ્રેમી લોકો શિવ મહિમા કથા સાંભળવા રામબાગ હોલ ખાતે મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતાં. કથાકાર કિરીટ ભાઈ શાસ્ત્રી એ જણાવ્યું હતંકે તેઓ આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ પિલવાઇ ખાતે ચલાવે છે. અને કથાકાર સાથે તેઓ સમાજ સેવા પણ કરે છે.આ કથા દરમ્યાન થયેલ દાન દક્ષિણા ની આવક સમાજના ઉમદા કાર્ય માટે વાપરશે જેમાં વિધવા બહેનો ને સહાય ગરીબ બાળકો ના અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને સાધનો માટે વાપરવા મા આવશે જેમાં દશ જેટલા બાળકોને સહાય પણ પૂરી પાડી છે કથારસ પાન દરમ્યાન પ્રસાદી પણ વિતરણ કરવા મા આવી હતી. શિવકથા માટે જગદીશભાઈ પંચાલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં શિવકથા રસપાન નો લાભ આસપાસ ની સોસાયટી ના રહિશો સહિત ગ્રામ્ય વિસ્તાર ના લોકોએ પણ લીધો હતો.





