SABARKANTHA

સાબરકાંઠા અરવલ્લી બોર્ડર ઉપર આવેલ શરડોઈ ગામ નો વતની સંજય મેઘા ફોરેક્સ ટ્રેડિંગ ના નામે સમગ્ર અરવલ્લી જિલ્લા માંથી કરોડો રૂપિયા ઉઘરાવી ઠગાઈ કરી

સાબરકાંઠા અરવલ્લી બોર્ડર ઉપર આવેલ શરડોઈ ગામ નો વતની સંજય મેઘા ફોરેક્સ ટ્રેડિંગ ના નામે સમગ્ર અરવલ્લી જિલ્લા માંથી કરોડો રૂપિયા ઉઘરાવી અને સ્થાનિક ગામ માં થી આશરે અઢી વર્ષ પહેલા પ્રાથમિક શાળા ના શિક્ષકો નો એજન્ટ છું એમ કહી. લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગાઈ કરી છે.
ગામના વતની ચિરાગભાઈ મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ભાવસાર પાસે થી ડાઈટ કોઈન ફોરેક્સ ઇન્વેસ્ટમેન્ટ આરબીઆઈના રૂલ્સ રેગ્યુલેશન વિરુદ્ધ કાર્ય કરી રહી છે. ડાઇટ કોઈન ક્રિપ્ટો કરન્સી નામે તમને મોટો ફાયદો કરાવીશ અને ટૂંકા ગાળામાં તમારી રકમ ડબલ થઈ જશે તેવી લોભામણી વાતો કરી સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માંથી મોટાભાગના શિક્ષકોએ આમાં પોતાનું રોકાણ કરેલું છે તેવું જણાવેલું અને મેં પણ શિક્ષકો દ્વારા આ ફોરેક્સ ટ્રેડિંગ માં જોડાયો છું તેવું કહી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો તેની સાથે જોડાયા છે અને એ લોકો જોડે ટેલીફોનિક બિઝનેસ વિશે અમોને સમજાવટ ની જાણ કરી હતી. શિક્ષક સમાજ માં ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ અને વ્યક્તિત્વ ધરાવતા હોવાના કારણે અમોને વિશ્વાસમાં લીધેલા ત્યારબાદ અમારા જીવનનની બચાવેલી મૂડી એ વિશ્વાસે પ્રાથમિક શાળાનાશિક્ષકોના એજન્ટ એવા સંજયભાઈ મેઘા દ્વારા અમારા પાસે થી અમારા જીવનમાં બચાવેલી સમગ્ર મૂડી તેઓને સુપ્રત કરી હતી. ત્યારબાદ અમારી મૂડી નો પાક તો સમય આવી જતા સંજયભાઈ જોડેથી અમારી મૂડી પરત માંગતા અમોને કોઈ જવાબ ન આપ્યો અને આ કંપની હાલ બંધ થઈ ગઈ છે. તેવું જવાબ આપ્યો . ત્યારબાદ ગ્રામજનો દ્વારા સંજયભાઈ મેઘા ને ભેગા મળી ને ગામમાં બોલાવવામાં આવ્યા હતા તો તેઓએ કહ્યું કે હું તો માત્ર એજન્ટ છું મારા બોસ જે પ્રાથમિક શાળામાં નોકરી કરે છે અને તેઓ શિક્ષક છે તેઓ પાસેથી હું તમને તમારી મોડી અપાવી દઈશ એમ કહી અમારી જોડે છેતરપિંડી કરેલ છે અને ગ્રામજ જોડે પણ વિશ્વાસઘાત કરે છે અને અન્ય માણસોના પણ પૈસા આ જ રીતે સરડોઈ ગામના અનેક વ્યક્તિઓ જોડે મોટી સંખ્યામાં લોકો સાથે ઠગાઈ કરી છે. આ સમગ્ર પ્રકરણને તપાસ સ્થાનિક નાગરિકો દ્વારા ડી .પી .ઈ ઓ કચેરીમાં અરવલ્લી માં પણ જાણ કરેલી છે અને સમગ્ર પ્રકરણ માં જોડાયેલા શિક્ષકો ઉપર સરકારશ્રી દ્વારા અને ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી અમોને ન્યાય મળે અને દોષિત વ્યક્તિઓને કડક થી કડક સજા થાય અને ફરી કોઈની સાથે છેતરપિંડી ન થાય તેવી માંગ કરેલી છે. ઉપરોક્ત સમગ્રબાબત ચર્ચાનો વિષય બની છે લોક મુખે ચર્ચાઈ રહી છે. હવે જોવું રહ્યું સરકારી તંત્ર દ્વારા છેતરપિંડી અને 420 નો ભોગ બનેલા મધ્યમ વર્ગીય વ્યક્તિઓ નાં નાણા પરત મળે અને આ પ્રકરણમાં દોષિત વ્યક્તિઓને કાયદાકીય અને સંવિધાનિક રીતે શિક્ષા મળે તે જોવું રહ્યું અરવલ્લી અને સાબરકાંઠાની જનતા ન્યાયની અપેક્ષા ઝખી રહી છે.

Back to top button
error: Content is protected !!