GUJARATNANDODNARMADA

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજપીપલાની મુલાકાતે : ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ ની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે રાજપીપલાની મુલાકાતે : ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ ની જાહેરાત

 

આદિવાસી સમાજ માટે શિક્ષણ યજ્ઞની ધૂણી ધખાવનાર પ્રતિષ્ઠિત ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની મુખ્યમંત્રીશ્રી દ્વારા પ્રથમ વખત જાહેરાત કરી પસંદગી પામેલા મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી રાજપીપલા

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવારના રોજ રાજપીપલાની મુલાકાતે બીજીવાર પધારશે. રાજપીપલાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્વ. રત્નસિંહજી મહિડાના કાર્યપ્રદાનને યાદ કરવા માટે તેમની પૌત્રી સુશ્રી વિરાજકુમારી મહિડા દ્વારા સ્થાપિત ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ કાર્યક્રમમાં હાજરી આપશે.

આદિવાસી સમુદાયોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવા માટે શરૂ થનારા આ એવોર્ડનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” સમિતિ દ્વારા પસંદગી કરાયેલા સન્માનિત મહાનુભાવોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.

 

રાજપીપલાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે સવારે યોજાનારા આ કાર્યક્રમમાં સ્વ.રત્નસિંહજી મહિડાના પૌત્રી વિરાજકુમારી મહિડા, રાજપીપલાના અગ્રણી માનવેન્દ્રસિંહ ગોહિલ, અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ડૉ.નીતિશ ભારદ્વાજ, સન્માનિતો, પ્રતિષ્ઠિત નાગરિકો, સ્વ.રત્નસિંહજી મહિડાના પરિવારજનો, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!