GUJARAT

ગુજરાત સમન્વય શિડયુઅલ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા બાબા સાહેબ ની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે જંબુસર ના દોડવીર નું સમાજ રત્ન એવોર્ડ આપી સન્માન કરાયું.

ગુજરાત સમન્વય શિડયુઅલ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા બાબા સાહેબ ની ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે જંબુસર ના દોડવીર નું સમાજ રત્ન એવોર્ડ આપી સન્માન કરાયું.

ગુજરાત સમન્વય શિડયુઅલ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા આયોજિત બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી અંતર્ગત વિવિધ એવોર્ડ વિજેતાઓના સમાજ રત્ન એવોર્ડ અર્પણવિધિ સન્માન સમારોહ તા. ૧૩ મી એપ્રીલ, ૨૦૨૪ શનિવાર સમય સવારે ૯ કલાકે શ્રી રામ ઑડીટોરિયમ, ત્રિવેણી સંગમ રોડ, સોમનાથ (પ્રભાસ પાટણ) મુકામે શ્રી જે. ડી. પરમાર ટ્રસ્ટી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ મા વિવિધ એવોર્ડ વિજેતા ઓનો સમાજ રત્ન એવોર્ડ અર્પણ વિધિ, સન્માન સમારંભ પણ યોજાયો હતો

જેમાં ભરૂચ જિલ્લાના જાણીતા મેરેથોન દોડવીર હસમુખભાઈ જીવરાજભાઈ જમ્બુસરિઆ ને પણ સમાજ રત્ન એવોર્ડ તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ ને અંતે લોકસભા ચૂંટણી ના બ્રાન્ડ એમ્બેસેડર હસમુખભાઈ જમ્બુસરિયા એ મતદારો ને મતદાન ની શપથ લેવડાવી હતી.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!