BHARUCHGUJARAT

ક્રાઈમ પેટ્રોલ જેવી કહાણી: અંકલેશ્વરમાં CRPF જવાન કેમ બન્યો અપહરણકાર અને હત્યારો, જાણો વધુ

સમીર પટેલ, ભરૂચ

•પાડોશીએ બાળકનું અપહરણ કરી 5 લાખની ખંડણી માંગી
•છઠ પૂજાના દિવસે સાયકલ ફેરવતા 8 વર્ષના બાળકને ઉપાડી    હાથ-પગ બાંધી મોઢે સેલોટેપ મારી
•ઘરમાં પતરાની પેટીમાં બાળકને રાખતા ગુંગળાઈ જવાથી બાળકનું મોત
•ગ્વાલિયરમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રજામાં આવ્યો હતો ઘરે
•અપહ્યુત બાળકના પરિવાર સાથે જ રહી બાળકની શોધખોળનો ડોળ રચ્યો
•વોટ્સએપ મેસેજથી ખંડણીનો મેસેજ કરતા પોલીસે પકડી પાડ્યો

ક્રાઈમ પેટ્રોલ જેવી જ સનસની ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાંથી સામે આવી છે.

(બાળકનું અપહરણ કરી આ પેટીમાં પુરી દીધો)

ગ્વાલિયરથી રજાઓમાં અંકલેશ્વર ઘરે આવેલા CRPF ના કોન્સ્ટેબલે શેરબજારમાં લાખો રૂપિયા ડૂબી ગયા બાદ લીધેલી લોન ભરપાઈ કરવા પાડોશી બાળકનું અપહરણ કરી ₹5 લાખની ખંડણી માંગી હતી.
જોકે પોલીસ ખંડનીખોર પાડોશી CRPF જવાન સુધી પહોંચે તે પેહલા જ 8 વર્ષનું બાળક પતરાની પેટીમાંથી મૃત મળી આવ્યું હતું.

(મૃતક 8 વર્ષીય શુભ રાજભર)

અંકલેશ્વરની ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠ પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક 8 વર્ષીય શુભ રાજભર લાપતા બન્યો હતો. બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી પણ નિષ્ફ્ળતા જ હાથ લાગી હતી.

વહેલી સવારે અચાનક લાપતા બાળકના પિતા ભીસમ રાજભરના મોબાઈલ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં શુભના અપહરણ અને ₹5 લાખની ખાંડણીનો ઉલ્લેખ કરાયો હતો. આ સાથે ખંડણીની રકમ ગણતરીના સમયમાં પહોંચતી કરવા ધમકી અપાતા પરિવાર ભયભીત બની ગયો હતો.

પરિવારે મેસેજની જાણ અંકલેશ્વર પોલીસને કરતા ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતા વોટ્સએપ મેસેજ અપહ્યુત શુભના પિતા ભીસમ રાજભરના પાડોશના ઘરમાંથી જ થયો હોવાનું જાણવા મળ્યું હતું.


(CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત)

તપાસ દરમિયાન પાડોશમાં ગ્વાલિયરથી રજા લઈ આવેલ CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂત રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેનું પરિવાર વતન ગયું હતું. જયારે શૈલેન્દ્ર ઘરે એકલો હતો. પોલીસે દરોડો પાડતા ઘરમાં સીઆરપીએફ કંપનીની લોખંડની પેટીમાંથી અપહૃત બાળકની લાશ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.

CRPF જવાનની પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ ઘોંઘાટના કારણે બાળકની હત્યા કર્યાનું રટણ કર્યું હતું જેની કડક પૂછપરછમાં શેરબજારમાં લાખોની ખોટ ગઈ હોવાથી CRPF જવાને લોન લીધી હતી. જે લોનની ભરપાઈ કરવા છઠના દિવસે બપોરે સાયકલ થી રમતા 8 વર્ષના શુભને લલચાવી અપહરણ કર્યું હતું.


(વોટ્સએપ મેસેજ મરી રૂ. 5 લાખની માંગણી કરવામાં આવી)

બાળકનું અપહરણ કરી તેના હાથ પગ દોરી વડે બાંધી મોઢા પર સેલોટેપ મારી દીધી હતી. બાળકને અપહરણ કરી બાંધી પેટીમાં સંતાડવાના કારણે ગૂંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

જોકે બાળકના મૃત્યુના બીજા દિવસે મેસેજ કરી 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે અપહરણકાર એવા હત્યારા CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો છે.

Back to top button
error: Content is protected !!