નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પ૨ આવેલ પૂર્ણા નદી બ્રિજ આગામી તા.15 સપ્ટેમ્બર સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૮: નવસારી જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ (ક૨બાપ૨-વિરાવળ-નવસારી રોડ) પ૨ આવેલ પૂર્ણા નદી બ્રિજ (ચેઈનેજ કિ. મી. ૩૬૩/૦૦ થી ૩૬૩/૪૦૦) જે વર્ષ ૧૯૭૮ માં બનાવવામાં આવેલ હતો. હાલમાં આ બ્રિજ બન્યાને ૪૭ વર્ષ પૂર્ણ થયેલ છે. તાજેતરમાં વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ પ૨ થયેલ હોના૨તને ધ્યાને લેતા સદર બ્રીજનું ઈન્સપેકશન ડિઝાઈન સર્કલ, ગાંધીનગરના અધિકારીશ્રીની હાજરીમાં ક૨વામાં આવ્યું હતું. જેમાં બ્રીજનું ઈન્સ્પેકશન ક૨તાં ડિઝાઈન સર્કલ,ગાંધીનગર દ્વારા આ બ્રીજ “પૂવર” કન્ડીશનમાં માલૂમ જણાતા આ બ્રીજ ભારે વાહનોની અવર જવર માટે બંધ ક૨વો હિતાવહ છે તેમ જણાવાયું છે. જેથી સલામતીના ભાગરૂપે બ્રીજ ભારે વાહનો, એસ.ટી બસ તેમજ અન્ય તમામ હેવી મોટર વહીક્લ ની અવરજવર પર પ્રતિબંધ મૂકી ફક્ત લાઈટ મોટર વ્હીકલ અને લાઈટ ઈમરજન્સી વ્હીકલ જેવા હળવા વજનના વાહનોની અવર-જવર ચાલુ રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, નવસારીને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) મુજબ મળેલ સત્તાની રૂએ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ (કસ્બાપ૨-વિરાવળ-નવસારી રોડ) પર આવેલ પૂર્ણા નદી બ્રિજ (ચેઈનેજ કિ. મી. ૩૬૩/૦૦ થી ૩૬૩/૪૦૦) ઉપર ભારે કોમર્શિયલ વાહનોના અવર-જવર પર તા.૧૮-૦૭-૨૦૨૫ થી આગામી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. તથા નીચે મુજબનાં રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
(૧) સુ૨ત તથા સચિન (SH-6)થી નવસારી તરફ આવતા ભારે વાહનો,મરોલી-વેસ્મા રોડ(SH-195)થી નેશનલ હાઈવે-૪૮ થી નવસારી તરફ પસાર થઈ શકશે. કસ્બાપાર -આમરી-ધોળાપીપળા રોડ (ODR) થી નેશનલ હાઈવે-૪૮ થી નવસારી તરફ પસાર થઈ શકશે. (૨) નવસારીથી સુરત તથા સચિન (SH-6) તરફ જતાં ભારે વાહનો,નવસારીથી નેશનલ હાઈવે-૪૮ થી મરોલી-વેસ્મા રોડ(SH-195)થી સુરત તથા સચિન તરફ પસાર થઈ શકશે.,નવસારીથી નેશનલ હાઈવે-૪૮ થી કસ્બાપર -આમરી-ધોળાપીપળા રોડ (ODR)થી સુરત તથા સચિન તરફ પસાર થઈ શકશે. આ જાહેરનામાનું તા.૧૮-૦૭-૨૦૨૫ થી આગામી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમન,૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.