
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા
જોટાણા તાલુકાના ખદલપુર ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ‘આત્મા’ ની તાલીમ યોજાઇ હતી.
કસલપુરા ગ્રામસેવકશ્રી તુષારભાઈ અમીન જણાવે છે એમ આ તાલીમમાં અંતર્ગત ગામના ખેડૂતો પશુપાલકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું અને આવતા સમયમાં રાસાયણિક ખેતી મુક્ત કરી પ્રાકૃતિક ખેતી અપનાવત એવું આહવાન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓને દેશી ગાય આધારિત ખેતી સમજાવવામાં આવી હતી તેમજ પ્રાકૃતિક કૃષિ માટે પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને પંચગવ્ય માટે પણ ઉપસ્થિત પશુપાલક અને ખેડૂત ભાઈઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કટોસણના ગ્રામસેવક શ્રી આર.ડી.ઇલાસણીયા તેમજ સાંથલના ગ્રામસેવકશ્રી એમ.આર. પટેલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખદલપુર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી આ તાલીમમાં દેશી ગાયની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જાણવામાં પણ સૌએ રસ દાખવ્યો હતો.



