AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાત પોલીસે ડેટા-ડ્રિવન પોલિસિંગના આધારે ‘SHASTRA’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો

ચાર મહાનગરોના 33 પોલીસ સ્ટેશનોમાં ઈવનિંગ પોલિસિંગ પર ખાસ ભાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: ગુજરાત પોલીસે ડેટા-ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મૂકીને રાજ્યમાં થતા શરીર સંબંધી ગુનાઓનું વિશ્લેષણ કર્યું છે. ઈ-ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાના આ અધ્યયન દરમિયાન ધ્યાને આવ્યું કે રાજ્યના ચાર મહાનગર—અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોમાં આવા ગુનાઓમાં વધારો થયો છે, અને ખાસ કરીને સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 45 ટકા ગુનાઓ નોંધાય છે.

આ માહિતીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ હેઠળ આ 33 પોલીસ સ્ટેશનોમાં “Evening Policing” પર ભાર મુકવામાં આવ્યો છે.

SHASTRA પ્રોજેક્ટ: અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ સુરક્ષા વ્યવસ્થા

અધ્યયન મુજબ, અમદાવાદના 50 પોલીસ સ્ટેશનોમાંથી 12, સુરતના 33માંથી 9, વડોદરાના 27માંથી 7 અને રાજકોટના 15માંથી 5 પોલીસ સ્ટેશન એવા છે, જ્યાં 50 ટકા કરતા વધુ શરીર સંબંધી ગુનાઓ નોંધાયા છે. SHASTRA પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારોમાં સાંજે 6 થી રાત્રે 12 સુધી ખાસ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવશે.

SHASTRA પ્રોજેક્ટ હેઠળ લેવામાં આવતા મહત્વના પગલાં:

સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ ટીમોની તૈનાતી
પ્રતિબંધિત પ્રવૃત્તિઓ પર દરોડા અને ફૂટ પેટ્રોલિંગમાં વધારો
33 મુખ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી
સંદીગ્ધ વ્યક્તિઓ પર ખાસ નજર અને 135 GP એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી
દરેક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની હાજરી વધુ મજબૂત બનાવવી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, “SHASTRA પ્રોજેક્ટ માત્ર ગુનાઓ પર અંકુશ જ નહીં, પરંતુ નાગરિકોને વધુ સુરક્ષિત મહેસૂસ કરાવવાનો પણ પ્રયાસ છે.”

ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે, તો તાત્કાલિક પોલીસને જાણ કરીને સહયોગ આપવો.

 

Back to top button
error: Content is protected !!