GUJARATMAHISAGARSANTRAMPUR

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીને “સાહિત્ય ગૌરવ એવોર્ડ” અર્પણ કરવામાં આવ્યો.

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીને “સાહિત્ય ગૌરવ એવોર્ડ” અર્પણ કરવામાં આવ્યો.

રિપોર્ટર
અમીન કોઠારી  મહીસાગર

 

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુકામે સ્થિત જાણીતા અને માનીતા સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. પ્રવીણ દરજી, જેઓ અનેક એવોર્ડ, સુવર્ણચંદ્રકો, અને સન્માનોથી સતત નવાજીત થતા રહી, જુના પંચમહાલ, મહીસાગર, અને ગુજરાતનું. સતત ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે, નામ રોશન કરતા રહેલ છે. તેઓશ્રી લગભગ ૮૦. વર્ષની ઉંમરે પણ, પ્રશંશનીય સાહિત્ય ઉપાસના અને સાહિત્ય સેવા, કરી રહેલ છે. જે પ્રશંશનીય અને અભિનંદન ને પાત્ર છે.
તાજેતરમાં તેઓશ્રીને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા “સાહિત્ય ગૌરવ એવોર્ડ” ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ ના શુભ હસ્તે, પદ્મશ્રી ડૉ.પ્રવીણ દરજીને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો. જેથી તેમને અઢળક શુભેચ્છાઓ, શુભકામનાઓ અને અભિનંદન મોબાઇલ દ્વારા મળતાં, તેઓ એ સર્વનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!