GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI-મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ નજીક મકાન-માલીક સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો.

MORBI-મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ નજીક મકાન-માલીક સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો.
મળતી માહિતી મુજબ મોરબી બી પોલીસ દ્વારા દારૂ વેચવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગર મહેબૂબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરાની તપાસ અર્થે બુટલેગરના ઘરે ગયા હોય, ત્યારે તે મકાન માસિક રૂ. ૪,૦૦૦/-માં ભાડે રાખ્યું હોય જે મકાન-માલીક હરેશભાઇ ભવાનભાઇ ડાંગર ઉવ.૪૦ રહે. મોટા દહીંસરા વાળાએ આર્થિક લાભ મેળવવા પોતાનું મકાન ભાડે આપી તેનો ભાડા કરાર કે ભાડુઆતની વિગતો નજીકના પોલીસ મથકમાં નહિ આપી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી તેની વિરુદ્ધ જાહેર ભંગની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










