
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકા ના ભાવે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘ ચેરમેન જીગ્નેશ પટેલના હસ્ત મગફળી ની ખરીદીનો પ્રારંભ
રાજુલા ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના આદેશ બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની સૂચનાથી આજે માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદીનો પ્રારંભ માર્કેટિંગ યાર્ડના અને ખરીદ વેચાણ સંઘના હોદેદારો તેમજ પ્રાંત કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો.આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ખેડૂતોના હિતમાં ગુજરાતની
ભાજપ સરકાર દ્વારા સંવેદનશીલતા દાખવી છે તે બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે પ્રાંત કલેકટર રાજુલા ,માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશ પટેલ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, , માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ શ્રી અરજણભાઈ વાઘ, રાજુભાઈ પરસાણા, મનુભાઈ ધાખડા, ભુપેન્દ્રભાઈ વરુ, દાદભાઈ વરુ, જીવકુભાઈ ખુમાણ, સાગરભાઇ સરવૈયા,રમેશભાઈ વસોયા, સહિતના માર્કેટિંગ યાર્ડ તેમજ ખરીદ વેચાણ સંઘના હોદેદારો, ડિરેક્ટરો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા





