ગુજરાત સ્ટેટ વુમન ચેસ ચેમ્પિયનશિપ 2025: અર્પિતા પાટણકર અને જિજ્ઞા જોષી સંયુક્ત વિજેતા, પ્રથમ ચાર ખેલાડીઓ નેશનલ માટે ક્વોલિફાય

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રાઈફલ કલબ, ખાનપુર ખાતે 15 અને 16 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ વુમન ચેસ ચેમ્પિયનશિપ 2025નું સફળ આયોજન ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ક્વીન્સ સ્ક્વેર વુમન્સ એસોસિએશન દ્વારા (સ્વર્ગસ્થ અનિલાબેન કિશોરકુમાર શાહની સ્મૃતિમાં) સ્પોન્સર કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલા આ ટુર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિભાશાળી મહિલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટમાં અર્પિતા પાટણકર અને જિજ્ઞા જોષીએ 6-6 પોઈન્ટ સાથે શ્રેષ્ઠતા નોંધાવી સંયુક્ત વિજેતા તરીકે ઉભરી આવી. ત્રીજા ક્રમે હાન્યા શાહ અને ચોથા સ્થાને લખનોત્રા ખુશાલી ડી. 5.5 પોઈન્ટ સાથે રહી હતી. ટોપ-10 ખેલાડીઓની યાદી આ મુજબ છે:
-
અર્પિતા પાટણકર – 6 પોઈન્ટ
-
જિજ્ઞા જોષી – 6 પોઈન્ટ
-
હાન્યા શાહ – 5.5 પોઈન્ટ
-
લખનોત્રા ખુશાલી ડી. – 5.5 પોઈન્ટ
-
ફલક જે. નાઈક – 5 પોઈન્ટ
-
ક્રિતી શાહ – 5 પોઈન્ટ
-
કામાક્ષી જોષી – 5 પોઈન્ટ
-
માન્યા ડ્રોલીયા – 5 પોઈન્ટ
-
સિલ્વી રણાવત – 5 પોઈન્ટ
-
આથી સિંઘ – 4.5 પોઈન્ટ
પ્રથમ દસ ખેલાડીઓને ટ્રોફી અને રૂ. 10,000ના રોકડ ઇનામો ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના ભાવેશ પટેલ અને મયૂર પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ, તાલીમકારો અને ઉપસ્થિત ચેસ રસિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટની સૌથી મહત્વની જાહેરાત મુજબ, પ્રથમ ચાર શ્રેષ્ઠ ખેલાડીઓને હવે બંગાળ ખાતે યોજાનાર નેશનલ વુમન ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. યુવા મહિલા ખેલાડીઓ માટે આ એક સોનેરી તક માનવામાં આવી રહી છે. ટુર્નામેન્ટના આયોજન અને વ્યવસ્થા અંગે હાજર રહેલા ખેલાદળોએ પ્રશંસા વ્યક્ત કરી હતી.
સમાપન સમારોહમાં વક્તાઓએ જાણકારી આપી કે ગુજરાતમાં વુમન ચેસ પ્રતિભાનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને આવી સ્પર્ધાઓ યુવતીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પાટા પૂરું પાડે છે.




