HALOLPANCHMAHAL

પાવાગઢમાં વરસાદને કારણે રોપવે સુવિધા બંધ કરાતા યાત્રાળુઓ અટવાયા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૬.૨૦૨૪

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે બપોર બાદ વરસાદી માહોલ માં ડુંગર ઉપર વાદળો ઉતરી આવતા અને ધોધમાર વરસાદ વરસતા રોપવે સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી હજારો યાત્રીકો સવારે ટિકિટ મેળવીને ડુંગર ઉપર ગયા હતા.એ તમામ યાત્રિકો ડુંગર ઉપર અટવાયા હતા. રોપવે ઓથોરિટી દ્વારા તમામ યાત્રિકો ને 50/- રૂ.કાપી ને રોકડમાં રિફંડ પરત ચૂકવી દેતા તમામ યાત્રિકોએ પગથિયા ઉતરીને નીચે ઉતરવું પડ્યું હતું.રિફંડ મેળવવા માટે પણ ચાલુ વરસાદમાં યાત્રિકો લાંબી લાઈનો લગાવીને કલાકો ઉભા રહ્યા હતા.આજે બપોરે હાલોલ તાલુકામાં 20 મિલી મીટર જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે પાવાગઢ ડુંગર ઉપર પણ બપોરે ધોધમાર વરસાદ વરસતા અનેક યાત્રિકો વરસાદમાં અટવાયા હતા.સવારે ઉડનખટોલાની ટિકિટ લઈને ડુંગર ઉપર ગયેલા યાત્રિકો પરત ફરી રહ્યા હતા તે સમયે ડુંગર ઉપર વરસાદી માહોલ ને પગલે વાદળ ઊતરી આવતા રોપવે સુવિધા બંધ કરી દેવામાં આવી હતી.દૂર દૂરથી મહાકાળી માતાજીના દર્શને આવેલા યાત્રાળુઓ અને દર્શનાર્થિઓ ને રોપ વે સેવા બંધ કરવામાં આવતા પ્રતિ ટિકિટ ₹ 50 કાપીને રોકડમાં રિફંડ આપી દેવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!