GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના રાયસંગપુર ગામે ખેલાયો ખૂની ખેલ એકનું મોત,એક ઘાયલ

 

Halvad:હળવદના રાયસંગપુર ગામે ખેલાયો ખૂની ખેલ એકનું મોત,એક ઘાયલ

 

 

હળવદ તાલુકા રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવા બાબતનો ખાર રાખી બે ભાઇઓએ યુવકના ઘરે છરી તથા લોખંડના પાઇપ જેવા હથિયાર ધારણ કરી યુવકને પેટના ભાગે છરીનો એક ઘા મારી આંતરડા બહાર કાઢી નાખી હત્યા નીપજાવી હતી. જ્યારે યુવકને બચાવવા વચ્ચે પડેલા યુવકના નાના ભાઈને પણ પેટમાં છરીનો જીવલેણ ઘા મારી દેતા હાલ તેને સારવારમાં હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. યુવકની હત્યા નીપજાવી બંને સગા ભાઈઓ નાસી ગયા છે. હાલ મૃતકના પિતા દ્વારા બંને હત્યારા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સહિતાની કલમ ૧૦૩(૧), ૧૦૯, ૩૩૨(a) તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Oplus_0

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા બાબુભાઈ ગોકળભાઇ લોલાડીયા ઉવ.૬૦ એ હળવદ પોલીસ મથકમાં રાયસંગપુર ગામમાં રહેતા પોતાના કુટુંબી ભાઈઓ એવા આરોપી ગૌતમભાઈ કરમણભાઈ લોલાડીયા તથા વિપુલભાઈ કરમણભાઇ લોલાડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે કામના બન્ને આરોપીઓ ગૌતમભાઈ અને વિપુલભાઈની બહેનને અગાઉ ફરિયાદીના દીકરો શામજીભાઈ ભગાડીને લઈ ગયેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી, ગત તા. ૦૨/૦૭ના રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં બન્ને આરોપીઓએ ફરીયાદી બાબુભાઈના ઘરમાં પ્રવેશ કરી આરોપી ગૌતમભાઈએ તેના હાથમા રહેલ છરી વતી શામજીભાઇને પેટના ભાગે જીવલેણ ઈજા કરી મોત નિપજાવી તથા શામજીભાઈના ભાઈ ગોપાલને પણ મારી નાખવાના ઈરાદે પેટના પડખાના ભાગે છરીથી એક ઘા મારી ગંભીર ઈજા કરેલ હોય તેમજ આરોપી વિપુલભાઈએ લોખંડના પાઈપ વતી ફરીયાદી બાબુભાઇને માર મારી બંને હત્યારા સ્થળ ઉપરથી નાસી ગયા હતા. જે મુજબની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે નવા ફોજદારી કાયદાની હત્યાની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!