માતર સ્થિત સિગ્મા પબ્લિક સ્કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ, આછોદ સાર્વજનિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો…
સમીર પટેલ, ભરૂચ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા આયોજિત વાગરા આમોદ અને જંબુસર તાલુકાના પંડિત ઓમકારનાથ શાળા વિકાસ સંકુલ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 નું સિગ્મા પબ્લિક સ્કૂલ ,માતર તાલુકો આમોદમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધી આછોદ સાર્વજનિક હાઇસ્કુલ દ્વારા બે વિભાગમાં બે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંની ગાણિતિક નમૂનો ગણાત્મક ચિંતન વિભાગમાં મેથ્સ મેજીક બોર્ડની કૃતિને શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર કરી હતી. આ કૃતિ ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ પટેલ ફવજિયયા ઇલિયાસ અને મચ્છુ ફાતિમા ઇનાયતે શાળાના શિક્ષક શ્રી પઠાણ સાજીદખાનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી મેડમશ્રી દ્વારા પણ શાળાની કૃતિઓને નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને શિક્ષક સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.હવે પછી આ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા માટે જશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અને માર્ગદર્શન આપનાર શિક્ષકશ્રીને શાળાના આચાર્યશ્રી ઉસ્માન સુતરીઆ સાહેબે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અને જિલ્લા કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.