બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ તાલુકા વહીવટી તંત્ર દ્વારા નેત્રંગ ગામ સહિત તાલુકાભરમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા સતર્કતાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આગોતરું પગલું લેવામાં આવ્યું છે. જેનાથી ક્રિટીકલ પરિસ્થિતિમાં લોકોને સચેત કરવા એલર્ટ મોડ પર લાવવા માટે સાયરન મૂકવામાં આવ્યા છે. જેની રેન્જ અંદાજિત ૧.૫ કિ.મી. સુધીની છે. જેવા બે સાયરન બે અલગ અલગ દિશામાં ગોઠવ્યા છે. જે અંદાજિત ૩.૦ કિ.મી. સુધીને આવરી શકશે. જે આપાતકાલિન સ્થિતિમાં લોકોને સાયરન વગાડીને સતર્ક કરાશે.
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે લાગેલા સાયરન આપત્તિની સંભાવિત પરિસ્થિતિ જેવી કે પુર ભૂકંપ, વાવાઝોડું કે યુદ્ધ જેવી સંકટ પરિસ્થિતિ દરમિયાન સતર્કતા અને ચેતવણી આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ સાયરન કોઈ પણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આપત્તિ કે અન્ય તાત્કાલિક ક્રિટીકલ સંજોગોમાં ચેતવણીરૂપે નાગરિકોને સંકેતની સૂચના આપશે. આ પહેલ સંભવિત જાનમાલના નુકસાનને નિયંત્રિત કરવા અને ત્વરિત મદદ પહોંચાડવામાં કારગત સહાયરૂપ બનશે. એટલે નેત્રંગ તાલુકાના નાગરિકોએ પણ આવુ સાયરન વાગે ત્યારે ગભરાવાની જરૂર નથી સતર્ક અને સાવધાની રાખવાની છે. આ સાયરન સંકટ સમયે જિલ્લાના જવાબદાર અધિકારીઓની સૂચના આદેશ અનુસાર ડિઝાસ્ટર સમયે જ વાગશે.


