GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સીસ્ટમની રગ પારખતા મી. રાઘવજીની ઝડપી કામની ફરીથી સૂચના

 

*કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના પડતર પ્રશ્નો અંગે પાણી પુરવઠા અને જેટકોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી*

*જામનગર (નયના દવે)

રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે પાણી પુરવઠા તથા જેટકોના અધિકારીશ્રીઓ સાથે પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીશ્રીએ શેખપાટ, દરેડ, સચાણા, દિગ્વિજય, રાવલસર, વિભાપર, વાવ બેરાજા સહિતના ગામોમાં પીવાના પાણીની પાઈપલાઈન મુકાવવી, ફુલઝર- 1 ડેમમાંથી નિયમિત પાણીનું વિતરણ થાય, વીજ કનેક્શન આપવા અને ઓનલાઈન બિલ ભરવા માટે ક્યુઆર કોડની ફાળવણી, પીવાના પાણીની ઊંચી ટાંકીનું કામ, બોર મુકાવવા, પાણીની મોટર મુકાવવી તથા સંપ બનાવવા સહિતના કામો તાત્કાલિક ધોરણે પુર્ણ કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

તેમજ ધ્રોલ તાલુકાના જાયવા, બીજલકા, જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં નવા સબ સ્ટેશન બનાવવા, જામનગર શહેરના આજુબાજુના વિસ્તારો માટે નવા સબ સ્ટેશન બનાવવા, ઔદ્યોગિક વિસ્તારોમાં નવા સબ સ્ટેશન બનાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લોકોપયોગી કામો અંગત લક્ષ લઈને તાત્કાલિક રીતે પૂર્ણ કરવા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર સહિત પાણી પુરવઠા અને જેટકો વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

*000000*

Back to top button
error: Content is protected !!