BANASKANTHAGUJARATPALANPUR

ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત યોગ ટ્રેનર રીફ્રરેશર તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

25 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુર સંલગ્ન આદર્શ યોગ ડિપ્લોમા અભ્યાસક્રેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોડૅના ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ઝોન કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈની અધ્યક્ષતામા યોગ ટ્રેનર રીફ્રરેશર તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઝોન કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈ દ્રારા ગુજરાત રાજ્ય યોગ બોડૅના યોગ ટ્રેનરના અભ્યાસક્રમની પ્રેક્ટીસ કરાવવામાં આવી અને યોગ ક્લાસની સંખ્યા વધારવા અને આમ જનતાને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે કેવા પ્રયત્નો કરી શકાય તેની માહિતી આપવામા આવી હતી.યોગ ટ્રેનર રીફ્રેશર ટ્રેનીંગ કેમ્પનું આયોજન બનાસકાંઠા જિલ્લાના ઈસ્ટ વિભાગ કૉ.ઓડિનેટર નીતાબેન ઠાકોર દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના વેસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી દ્રુપતભાઈ , પૂર્વ કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેન અને દ્રુપતભાઈ સોનીએ ગુજરાત રાજ્ય યોગ બોડૅના ટ્રેનરના ક્લાસની જવાબદારી અને ટ્રેનરની જવાબદારી વિશે વાકેફ કર્યા હતા. યોગ અને આયુર્વેદનાના નિષ્ણાત ડૉ.હિતેશભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્ય આપ્યા હતા.યોગ કોચ ડૉ.દિપ્તીબેન ભાખરીયાએ યોગ ક્ષેત્રના કોષૅ વિશેની માહિતી આપી, યોગ ટ્રેનર નિરંજનભાઈ પુરોહિતે પણ યોગના અનુભવો વ્યક્ત કર્યો હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઝોન કૉ.ઓડિનેટરના માગૅદશૅન હેઠળ અને બનાસકાંઠા જિલ્લાના ઈસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેન ઠાકોર અને વેસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી દ્રુપતભાઈ સોનીના અથાગ પ્રયત્નોથી અને યોગ કોચ ડૉ.દિપ્તીબેન, ઈશ્વરભાઈ, વિષ્ણુભાઈ, તારાબા બારડ, સોશિયલ મીડિયાના કૉ.ઓડિનેટરશ્રી પ્રજ્ઞાબેન યોગ ટ્રેનર બિનાકાબેન ભોજન, અચૅનાબેન , રવિભાઈ , પ્રિયંકાબેન, સૂરેશભાઈ , અપેક્ષાબેન તથા તમામ યોગ કોચ અને યોગ ટ્રેનરોના સાથ સહકારથી અને એન.પી.પટેલ આર્ટ્સ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજના આચાર્યાશ્રી ડૉ. મનીષાબેન કે. પટેલના સહિયોગથી સફળતાપૂર્વક યોગ ટ્રેનર રીફ્રરેશર તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!