BANASKANTHAGUJARATPALANPUR

ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત યોગ શિબિરનુ આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું

12 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત યોગ શિબિરનુ આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત મુખ્ય પ્રેરણાસ્ત્રોત એવા માનનીય ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટ ડાઉનના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું તેમાં મુખ્ય મહેમાન તરીકે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપ્યું હતું. R.S.I.જાડેજા સાહેબ, પંતજલિ મહિલા પ્રભારી નીલુબેન, માહિતી કચેરી પાલનપુરથી અશોકભાઈ, જિલ્લા આયુર્વેદ મિડીકલ ઓફીસર કાજલબેન શાસ્ત્રી,ગુજરાત રાજ્ય યોગ બોડૅના વેસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી દ્રુપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઝોન કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈ પટેલ દ્રારા મેદસ્વીતા દૂર કરવા માટેના આસનો અને 21 જૂન કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. યોગ શિબિરમાં પોલીસ પરીવારના સભ્યોએ પણ ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો કલેકટર સાહેબશ્રી મહિરભાઈ પટેલ, અને એસ.પી. અક્ષયરાજ મકવાણા સાહેબની મંજૂરી થકી અને R.P.I.ભાવેશભાઈ કે.જોષી પોલીસ હેડ કવાર્ટર પાલનપુરના સાથ સહકારથી યોગ શિબિરનુ સફળતા પૂર્વક આયોજન થયું હતું સમગ્ર યોગ શિબિરનુ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઝોન કૉ.ઓડિનેટરશ્રી અજીતભાઈના માગૅદશૅન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઈસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેનને કર્યું હતું. યોગ શિબિરનું સંચાલન પૂર્વ કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષી દ્રારા કરવામાં આવ્યું હતું યોગ શિબિરને સફળ બનાવવા માટે વેસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી દ્રુપતભાઈ સોની, યોગ કોચ દિપ્તીબેન, સોશિયલ મીડિયા કન્વીનર પ્રજ્ઞાબેન, યોગ ટ્રેનર અચૅનાબેન, રવિભાઈ, પ્રિયંકાબેન, અભિષેકભાઈ, રાજેશભાઈ, ભીખીબેન, બિનાકાબેન દ્રારા યોગ શિબિરનો પ્રચાર પ્રસાર કરી સહકાર આપ્યો હતો. અને યોગ શિબિરમા ગુજરાત રાજ્ય યોગ બોડૅના યોગ કોચશ્રીઓ અને યોગ ટ્રેનરોશ્રીઓ અને સાધકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ શિબિરના અંતે ગુજરાત રાજ્ય યોગ બોડૅના ઈસ્ટ વિભાગના કૉ.ઓડિનેટરશ્રી નીતાબેન દ્રારા આભારવિધિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!