GUJARATJUNAGADHKESHOD

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધા નું આયોજિન કરવા માં આવેલ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધા નું આયોજિન કરવા માં આવેલ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન,ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત (STEM) ક્ષેત્રમાં જ્ઞાન માં અભિવૃદ્ધિ થાય તેવા આસ્થય થી સમગ્ર ગુજરાત રાજ્ય માં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા ૩.૦ ૨૦૨૪ નું આયોજન કરેલ છે આ સ્પર્ધા તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષા એ ઓનલાઈન અને ઓફ લાઈન માધ્યમ થી સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજવામાં આવશે આ સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માં હશે આ સ્પર્ધા ની ઔપચારિક જાહેરાત શિક્ષણ અને વિજ્ઞાન,ટેકનોલોજી વિભાગ દ્વારા ૧ માસ પેહલા કરવા માં આવી હતી આ ક્વિઝ માં કોઈપણ બોર્ડ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે રજીસ્ટ્રેશન માટે ની કોઈ ફી રાખવા માં આવેલ નથી આ ક્વિઝ માં હાલ ના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો હશે આ સ્પર્ધામાં બાર્ક,ડીઆરડીઓ અને ઈસરો જેવી સંસ્થા ની મુલાકાત સાથે બે કરોડ જેવી માતબર રકમ ના ઇનામો તો ખરાજ ભાગ લેનાર ને ઇ સર્ટિફિકેટ આપવામાં આવશે આ સ્પર્ધા માં સામેલ થવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના મોબાઈલ થી રજિસ્ટ્રેશન https://stemquiz.gujarat.gov.in/StudentRegistration/StudentRegistration પર કરાવવાનું રહેશે.જેમની અંતિમ તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૪ છે જૂનાગઢ જિલ્લા ના તમામ પ્રતિભાશાળી,રસ ધરાવતા વિદ્યાર્થીઓ વધુને વધુ ભાગ લે તેવા હેતુ થી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.ઇ.ઓ કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જહેમત ઉઠાવી રહિયા છે આ સ્પર્ધા વિષે વધુ જાણકારી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર નો સંપર્ક કરવો (પ્રતાપસિંહ ઓરા ૯૪૨૯૪૩૩૪૪૯)જેવી અખબારી યાદીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવેલ હતું.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!