ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષક સન્માન સમારોહ
ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષક સન્માન સમારોહ
,
ગુજરાત રાજ્યના 130 શિક્ષકોનુ સન્માન કરવામાં આવેલ જેમાં શ્રી હરિ ઓમ કન્યા પ્રાથમિક શાળા ના શિક્ષિકા શ્રી લીલાબેન ઠાકરડા ટી. એલ.એમ. લેડી ઉર્ફે ગુરૂમાતા ને “જીવન ગૌરવ” સન્માન પ્રાપ્ત થયેલ છે.
6 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ ગાંધી નગર ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીયલ ઝોન, ગાંધી નગર ખાતે બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી મીરાબહેન પટેલ-મેયર ગાંધીનગર, શ્રી ગૌરાંગભાઈ વ્યાસ-સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી એસ. જે.ડુમરાળીયા સર
સચિવ, GCERT ગાંધીનગર શ્રી ડો. પુલકિત જોષી
મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર (સહાયક સચિવ), શ્રી ડો. એમ.એન. પટેલ સંયુક્ત નિયામક (સંયુક્ત નિયમનકાર), પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર, ડો. નિષાદ ઓઝા લેક્ચરર ડાયટ રીડર, કવિ, લેખક, એન્કર, માર્ગદર્શક અને પ્રેરક પ્રવક્તા, શ્રી તખુભાઈ સાંડસુર
શિક્ષણવિદ, લેખક, પર્યાવરણવાદી, પત્રકાર અને લોકસેવક, શ્રી હરિદાસ શર્મા પ્રમુખ એવોર્ડ વિજેતા શિક્ષક 2021, કૈમુર, બિહાર, ડૉ. ગુલાબચંદ પટેલ, સામાજિક કાર્યકર અને શિક્ષણશાસ્ત્રી, શ્રીમતી બીના બેહન પટેલ, ગાંધીનગર મેટ્રો ડેઇલી ન્યૂઝ પેપર, મુખ્ય સંપાદક શ્રી નિશિકાંત શર્મા, રાધેશ્યામ યાદવ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઇન્ડિયન લાયન્સ, નરેશ વાળા રાષ્ટ્રીય સચિવ, મનોજ ચિંચોર રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના 130 શિક્ષકોને જીવન ગૌરવ, શિક્ષણ સેવા રત્ન સન્માન, ડી.ડી.સૂર્યવંશી, કનુભાઈ મસરિયા સન્માન, રાષ્ટ્રીય અખંડિતતા સન્માન, ગુજરાત મૈત્રી સન્માન આપવામાં આવેલ હતા.
આ સન્માન સમારોહ માં શ્રી લીલાબેન ઠાકરડા ટી. એલ.એમ.લેડી ઉર્ફે ગુરૂમાતા ને તેમના બાળકો પ્રત્યેના હકારાત્મક આત્મીય વિચારો બાળકો માટેની સદભાવના, મિલનસાર અને પરગજુ સ્વભાવ, ઉચ્ચ શિસ્ત, ગુલવત્તા સભર વર્તણૂક તેમજ બાળકો ને સાથે રહી બાળકો ને કેન્દ્ર માં રાખી સર્વાંગી વિકાસ માટે બાળકોને આગળ વધારવાની કુનેહતા બદલ તેમજ બાળકોને શિક્ષણ આપવાની આગવી કુનેહતા ,સ્વ રચિત ગીત, જોડકણાં ,વાર્તા, સ્વ નિર્મિત ટી.એલ.એમ.દ્વારા શિક્ષણ આપવાની અનોખી કુશળતા બદલ લીલાબેન ને “જીવન ગૌરવ” પ્રાપ્ત થયેલ છે. જે સન્માન તેમણે તેમની શાળા ના બાળકોને અર્પણ કરેલ છે.
બાલરક્ષક પ્રતિષ્ઠાન એ એક સામાજિક સંસ્થા છે જે ખાસ કરીને બાળકોના અધિકારોના સંરક્ષણ અને વિકાસ માટે કામ કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય બાળકોની શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવાનો છે. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય, બાળકોને શાળાકીય સામગ્રીનું વિતરણ, મફત તબીબી પરીક્ષણો અને સારવારની સુવિધાઓ અને બાળ લગ્ન, બાળ મજૂરી અને બાળ શોષણ સામે પગલાં લેવા.
બાળકોના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
લીલાબેન ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન ના સ્ટેટ ઇન્ચાર્જ તરીકે કાર્યરત છે.
ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન વિવિધ રાજ્યોમાં સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને પ્રોત્સાહન આપે છે.
કાર્યક્રમના સફળ આયોજન બદલ રાષ્ટ્રીય સચિવ નરેશ વાળા, રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ મનોજ ચિંચોર, ડો. ગુલાબચંદજી પટેલ ગાઈડ, ગુજરાત સ્મિતાબેન રાણા સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત, ધર્મેશભાઈ જોષી સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત, ડો. ચેતનાબેન જોષી સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત, નિકીતાબેન પટેલ સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત લીલાબેન ઠાકરડા સ્ટેટ ઈન્ચાર્જ, ગુજરાત કાર્યરત છે.
જયંતિ પરમાર સાબરકાંઠા