GUJARATMORBIMORBI CITY / TALUKO

Vadodara:વડોદરા પાસેના કરજણમાં રૂપિયા દશ હજાર ની લાંચ લેતા વીજ તંત્ર નો જુનિયર ઈજનેર ઝડપાયો!

Vadodara:વડોદરા પાસેના કરજણમાં રૂપિયા દશ હજાર ની લાંચ લેતા વીજ તંત્ર નો જુનિયર ઈજનેર ઝડપાયો!

 

 

Oplus_131072

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ખેતીલાયક જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા માટે વડોદરા નાં કરજણ માં રહેતા એક વ્યક્તિ પાસેથી રૂપિયા દશ હજાર ની લાંચ લેતા કરજણ સબ ડિવિઝનલ નાં જુનિયર એન્જિનિયર ની એસીબીએ ધરપકડ કરી છે. આ બનાવવાની વિગત મુજબ આ કેસના ફરિયાદીએ વડોદરા ના કરજણ ખાતે પોતાની ખેતીલાયક જમીનમાં નવું કનેક્શન મેળવવા માટે ડિવિઝનલ કરજણ-૨ ખાતે અરજી કરી હતી. તેમણે કોટેશન મુજબ ફી ભરવા જતા વિજ કનેક્શન મળ્યું ન હતું. આથી ફરિયાદીએ સબ ડિવિઝનલ-૨ કરજણ નાં જુનિયર એન્જિનિયર જયમીત કુમાર એમ. પટેલ નો સંપર્ક કર્યો હતો પરંતુ જયમીત કુમારે નવું વીજ કનેક્શન આપી ટ્રાન્સફોર્મર મુકાવી વીજ કનેક્શન ચાલુ કર્યું આપવા માટે રૂપિયા દશ હજાર લાંચ માંગણી કરી હતી. પરંતુ ફરીયાદી આ લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી તે ફરીયાદ નાં આધારે એસીબીએ છટકું ગોઠવી ને આ જુનિયર ઈજનેર જયમીત કુમાર એમ.પટેલ નેં લાંચ લેતાં ઝડપી લીધા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને પરિવર્તન સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!