GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સનાળા રોડ પરથી એક્ટિવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો




MORBI:મોરબી સનાળા રોડ પરથી એક્ટિવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબી: શહેરના સનાળા રોડ પર એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના નાકા પાસે એક શંકાસ્પદ એક્ટિવા (નંબર: GJ-36-K-8322) રોકવામાં આવ્યું હતું. તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આરોપીનું નામ: જયેશભાઈ પ્રભુલાલ ચનીયારા (ઉંમર વર્ષ ૩૮) મહાવીર એપાર્ટમેન્ટ, ઓમ પાર્ક સામે, પંચાસર રોડ, મોરબી. વિદેશી દારૂના ૪ ચપલા (કિંમત રૂ. ૪૮૦) અને એક્ટિવા (કિંમત રૂ. ૩૦,૦૦૦).પોલીસે કુલ રૂપિયા ૩૦,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



