Rajkot: રમશે ગુજરાત, જીતશે ગુજરાત : ખેલ મહાકુંભ-૨૦૨૫: જાણો.. કઈ-કઈ સ્પર્ધાઓ યોજાશે અને તેના નિયમો શું છે..

તા.૨૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના સૂત્ર સાથે ખેલ મહાકુંભ-૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભમાં જોડાવા માટે ખેલાડીઓએ વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫થી તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ ખેલ મહાકુંભ અંતર્ગત નીચે મુજબ સ્પર્ધાઓ યોજાશે.
શાળા કક્ષા અને ગ્રામ્ય કક્ષાથી શરુ થતી સ્પર્ધાઓ
૧. ૦૯ વર્ષથી નીચેનું વયજૂથ – ૩૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ
૨. ૧૧ વર્ષથી નીચેનું વયજૂથ – ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ
૩. ૧૪ વર્ષથી નીચેનું વયજૂથ – એથ્લેટીક્સ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૪. ૧૭ વર્ષથી નીચેનું વયજૂથ – એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૫. ઓપન એજ ગૃપ – એથ્લેટીક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડી
૬. ૪૦ વર્ષથી ઉપરનું વયજૂથ – રસ્સાખેંચ
૭. ૬૦ વર્ષથી ઉપરનું વયજૂથ – રસ્સાખેંચ
*તાલુકા કક્ષાથી શરુ થતી સ્પર્ધાઓ*
૧. ૧૧ વર્ષથી નીચેનું વયજૂથ – ચેસ
૨. ૧૪ વર્ષથી નીચેનું વયજૂથ – એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
૩. ૧૭ વર્ષથી નીચેનું વયજૂથ – એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
૪. ઓપન એજ ગૃપ – એથ્લેટીક્સ, ચેસ, યોગાસન
૫. ૪૦ વર્ષથી ઉપરનું વયજૂથ – ચેસ
૬. ૬૦ વર્ષથી ઉપરનું વયજૂથ – ચેસ
જિલ્લા કક્ષાથી શરુ થતી સ્પર્ધાઓ
૧. ૧૧ વર્ષથી નીચેનું વયજૂથ – એથ્લેટીક્સ, સ્વીમીંગ, સ્કેટીંગ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, બેડમિન્ટન
૨. ૧૪ વર્ષથી નીચેનું વયજૂથ – સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્યરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૩. ૧૭ વર્ષથી નીચેનું વયજૂથ – સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે, રગ્બી
૪. ઓપન એજ ગૃપ – સ્વીમીંગ, સ્કેટીંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલટેનીસ, લોનટેનીસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, શુટીંગબોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટીસ્ટીક સ્કેટીંગ
૫. ૪૦ વર્ષથી ઉપરનું વયજૂથ – બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ, શુટીંગ બોલ
૬. ૬૦ વર્ષથી ઉપરનું વયજૂથ – બેડમિન્ટન, ટેબલ ટેનીસ, લોન ટેનીસ, સ્વીમીંગ
સીધી રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓ
૧. ૧૧ વર્ષથી નીચેનું વયજૂથ – સ્વીમીંગ, સ્કેટીંગ
૨. ૧૪ વર્ષથી નીચેનું વયજૂથ – એથ્લેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્ચરી, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, ટેકવેન્ડો, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ
૩. ૧૭ વર્ષથી નીચેનું વયજૂથ – એથ્લેટીક્સ, સ્વીમીંગ, જુડો, કુસ્તી, આર્યરી, ટેકવેન્ડો, વેઈટલીંફટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટીંગ, જિમ્નાસ્ટીકસ, સ્કેટીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ
૪. ઓપન એજ ગૃપ – એથ્લેટીકસ, સ્વીમીંગ, ટેકવેન્ડો, જૂડો, કુસ્તી, આર્ચરી, જિમ્નાસ્ટીકસ, સાયકલિંગ (૨૦ કિ.મી.), શુટીંગ, સ્કેટીંગ, વેઈટલીફટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, મલખમ્બ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટસ ક્લાઈમીંગ, ઘોડેસવારી, વુડબોલ, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ
૫. ૪૦ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરનું વયજૂથ – યોગાસન
સ્પર્ધાઓના સામાન્ય નિયમો
સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ ૩૧/૧૨/૨૦૨૫ રહેશે.
જે કક્ષાએથી સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ. જેના આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.
રજિસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મતારીખ સાચી દર્શાવવાની રહેશે. જન્મતારીખ ખોટી દર્શાવીને રજિસ્ટ્રેશન કરેલું હશે તો તે ખેલાડી ખેલ મહાકુંભની સ્પર્ધામાં ૩ વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં.
રમતવીર કોઈપણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે
રજિસ્ટ્રેશનની સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ / નોકરી / વ્યવસાય / નિવાસ કરતો હોવો જોઈએ. જેના આધાર પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં છેલ્લા ૦૬ માસથી નિવાસ / વ્યવસાય કરતો હોવો જોઈએ તેમજ તેના આધાર-પુરાવા કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.
શાળા / કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતાં હોય તે તાલુકા / જિલ્લામાંથી ભાગ લઈ શકશે.
કર્મચારીના કિસ્સામાં અન્ય રાજયમાંથી બદલી / ડેપ્યુટેશનથી આવેલા કર્મચારીએ રજિસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને ગુજરાતમાં જે તે જિલ્લામાં આવેલા હોય તો જ ભાગ લઈ શકશે.
સ્પર્ધા સમયે ખેલાડીએ આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે લઇને આવવાની રહેશે.



