દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે પ્રાંત અધિકારી દેવગઢ બારીઆના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો

તા.૦૭.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે પ્રાંત અધિકારી દેવગઢ બારીઆના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ 2.0 કાર્યક્રમ યોજાયો
અરજીઓ સ્વીકારીને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામની પ્રાથમિક શાળામાં સેવાસેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રાંત અધિકારી દેવગઢ બારીઆના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રકારના કાર્યક્રમો થકી નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે છે અને ગામ સ્તરે જ સેવાઓ ઉપલબ્ધ બને છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ સંબંધિત અરજીઓ સ્વીકારીને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. રેશન કાર્ડને લગતી સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના CBDC(Central Bank Digital Currency) અંતર્ગત PNB Digital Rupee App ડાઉનલોડ કરવા માટે જરૂરી સમજણ ઓડિયો ક્લિપ દ્વારા હાજર રહેલ ગ્રામજનોને આપવામાં આવી હતી.આ અવસરે પ્રાંત અધિકારીએ ઉપસ્થિત ગ્રામજનોને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાતી વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર દેવગઢ બારીઆ, તાલુકા વિકાસ અધિકારી દેવગઢ બારીઆ તથા સંકલનના અધિકારીઓ , તાલુકા પંચાયતના સભ્યો, સમાવિષ્ટ ગામના સરપંચઓ , સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા





