23 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શ્રી આદર્શ વિદ્યાલય વિસનગર પ્રાથમિક વિભાગમાં 20 7 2024 ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી તે સમયે મહેમાન તરીકે ઉચ્ચતર પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી પઠાણ ભાઈ સાહેબ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી દિનેશભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવી બાળકો સામે શુભેચ્છા પાઠવી હતી પછી સ્ટાફ તરફથી પ્રિન્સિપાલ શ્રી શાંતાબેન ને મહેમાનોની આભાર વિધિ સહ અભિનંદન પાઠવ્યા હતા