
ઝઘડિયા તાલુકાના અશા વિજય દર્શન આશ્રમ ખાતે ગુરુ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી







ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ આશ્રમો પૌરાણિક મંદિરોમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી, તાલુકાના અશા નર્મદા કિનારે આવેલ સુપ્રસિધ્ધ વિજય દર્શન યોગા આશ્રમ ખાતે ગુરુ પુર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટય કરી ઉજવણી ની શરૂઆત કરવામાં આવી હતી, ત્યાર બાદ ઉપસ્થિત ભકતો મહેમાનો નું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા એ ગુરુપૂર્ણિમાના દિન એ ગુરુ નું મહત્વ સમજાવ્યું હતું, ગુરુ ના આશીર્વાદ થી માર્ગદર્શન મળે રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ગુરૂ ને યાદ કરવાનો દિવસ ગુરુ પૂર્ણિમાએ ગુરુ રાજેશ્રી મુની ને યાદ કરી તેઓની વાતો રજૂ કરી હતી અને વધુમાં જણાવ્યું કે આપણુ ધડતર ગુરુ કરે છે, સાથે વ્યસન મુક્તિ ને વાત કરી હતી, આ કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો એ હાજરી આપી ધન્યતા અનુભવી હતી.



