જાગૃતિ વિદ્યામંદિર ડાવસ હાઈસ્કૂલમાં ગુરુ વંદન-છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
23 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
જાગૃતિ વિદ્યામંદિર ડાવસ હાઇસ્કુલ માં ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ગુરુ વંદન- છાત્ર અભિનંદન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી.ભારત વિકાસ પરિષદના વિભાગીય મંત્રીશ્રી ઉત્તર ગુજરાતના પરેશભાઈ જીવરાણી, ઉપ મંત્રી શ્રી તેમજ અન્ય હોદ્દેદારોના સભ્યો દ્વારા શાળાના તમામ ગુરુજનોની કુમકુમ તિલક અને પ્રકૃતિને વંદન કરતા ફૂલ છોડ આપીને અનોખી રીતે ગુરૂ પૂજન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાના શિક્ષક શ્રી દેસાઈ લગધીરભાઈ તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ દ્વારા ગુરુ- શિષ્યના મહિમા અંગે રજૂઆત કરવામાં આવી અને શાળાની પ્રકૃતિને વંદન કરતા વૃક્ષારોપણ તેમજ શાળાના બાળકોને ફૂલ છોડ રોપાનું વિતરણ કરીને ભવ્ય રીતે ગુરુ વંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.





