BAYADGUJARAT

બાયડના તાલુકાની MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી દીકરીએ અમદાવાદ હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : છેલ્લે ફોન પર વાત કરી કહ્યું પપ્પા જમ્યા, મમ્મી શું કરે છે..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

બાયડના તાલુકાની MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી દીકરીએ અમદાવાદ હોસ્ટેલમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : છેલ્લે ફોન પર વાત કરી કહ્યું પપ્પા જમ્યા, મમ્મી શું કરે છે..?

બાયડના નગરી વિસ્તારમાં રહેતી સુશીલા જે અમદાવાદ ખાતે બીજા વર્ષમાં MBBS માં અભ્યાસ કરતી હતી જેમાં મળતી માહિતી મુજબ વી.એસ હોસ્પિટલમાં કમ્પાઉન્ડના પંખા સાથે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે .આપઘાત કરતા પહેલા સુશીલાએ તેના મમ્મી-પપ્પા સાથે ફોન પર વાત કરી કહ્યું હતું કે તમે જમી લીધું .ત્યાર બાદ વાત ચીત કર્યા પછી સુશીલાએ કહ્યું કે મારે વાંચવું છે હું લાઇબ્રેરી જાઉં તેમ કહી ફોન મૂક્યો હતો.

સુશીલ ખુબજ હોશિયાર હતી કોઈપણ પ્રકારના ટ્યુશન કે ક્લાસ કર્યા વગર તેને ધો. 12 વિ.પ્ર.માં 93.82 ટકા પીઆર તથા નીટમાં 311 માર્ક્સમેળવતાં વી.એસ હોસ્પિટલમાં એડમિશન મળ્યું હતું એક વર્ષ પહેલા સારુ પ્રદર્શન કરતાં તેને એમબીબીએસમાં અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં એડમિશન મળી ગયું હતું. એક વર્ષ બાદ અચાનક જ સુશીલાના મૃત્યુના સમાચાર સાથે પરિવાર ચિંતાતુર બન્યો હતો

સુશીલાએ હર હંમેશના જેમ રાત્રિએ 8 વાગ્યાની આસપાસ તેના પિતા રમેશભાઈ તથા માતાને ફોન કર્યો હતો. ફોન ઉપર બિલકુલ નિખાલસપણે માતા પિતાએ જમી લીધું કે નહીં તે અંગે પૂછ્યું હતું હતું અને વાતચીત કરી ફોન કટ કર્યો હતો.વહેલી સવારે પોલીસે સુશીલાએ આત્મહત્યા કરી હોવાનો સમાચાર પીતાને આપ્યા હતા. આત્મહત્યાના સમાચાર મળતા સમગ્ર બાયડમાં ગમગીની છવાઈ છે. શુક્રવાર રાત્રિના આઠ વાગ્યે સુશીલાએ તેના પિતાને અંતિમ વાત કરી મોડી રાત્રે વી.એસ. હોસ્પિટલ કમ્પાઉન્ડ પંખા ઉપર લટકી ઓચિંતી આત્મહત્યા કરી લેતાં હલચલ મચી ગઈ હતી. આ મામલે પોલીસે પરિવારને જાણ કરતાં પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું.જોકે ક્યા સંજોગોમાં આત્મહત્યા સુશીલાએ કરી તે એક પ્રશ્ન બની ગયો છે. ભણવામાં હોંશિયાર સુશીલાને બાયડની હાઇસ્કૂલ તરફથી શિક્ષકોએ લેપટોપ ભેટમાં આપ્યું હતું.સુશીલા એ કરેલ આત્મહત્યાની ઘટનાને લઈ ચક્યાર જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!