DEDIAPADAGUJARAT

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડામાં ગુરુપૂર્ણિમા અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ (Orientation Program) ઉજવાયો.

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડામાં ગુરુપૂર્ણિમા અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ (Orientation Program) ઉજવાયો.

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા

વિદ્યાર્થીઓ ગુરુની જ્ઞાન શક્તિને સમજે તેમનો સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, અધ્યાત્મિક અને આર્થિક વિકાસ થાય એ હેતુથી સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડામાં એન. એસ. એસ. વિભાગ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવને લઈ ને ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ વ્યાખ્યાનો આપ્યાં હતાં. જ્યારે પ્રવેશોત્સવ માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શિક્ષણ અને શિક્ષણત્તર પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કોલેજના પ્રિ. ડૉ.એ. કે. પટેલ એ અધ્યક્ષીય પ્રવચન આપતાં શિસ્ત અને નિયમિત અભ્યાસ પર ભાર મૂક્યો હતો.જયારે અધ્યાપકોએ એન. એસ.એસ. રૂસા, ઉદ્દિશા, પ્લેસમેન્ટ , ઇનોવેશન, એસ.એસ.આઇ.પી., સપ્તધારા, ફીનીશિંગ સ્કૂલ, એન્ટિ રેગિંગ,પંચપ્રકલ્પ, સ્પોર્ટ્સ, અભ્યાસ, ઉત્સવો, સ્પર્ધાઓ વગેરે વિશે માહિતી આપી હતી. કોલેજના ગ્રંથપાલશ્રી સંજયકુમાર પરમાર દ્વારા વિધાર્થીઑ ને લાઈબ્રેરી વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથપાલશ્રી સંજયકુમાર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પ્રિ. ડૉ.એ. કે. પટેલની અધ્યક્ષતા હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!