ગુરુપૂર્ણિમા નિમિતે વડીયાવીર બિલેશ્વર ધામ ખાતે ભક્તિભાવથી ઉજવણી

*ગુરુપૂર્ણિમા નિમિતે વડીયાવીર બિલેશ્વર ધામ ખાતે ભક્તિભાવથી ઉજવણી*
ઈડર તાલુકાના વડીયાવીર ગામ સ્થિત વિખ્યાત બિલેશ્વર મહાદેવ ધામ ખાતે 10 જુલાઈ, ગુરુવારના દિવસે ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથીજ પ.પૂ. મહંતશ્રી શાંતિગીરી બાપુના શિષ્યો ગુરુના દર્શને ઉમટી પડ્યા હતા. સ્થાનિક તેમજ દૂર દરાજના વિસ્તારોમાંથી શિષ્યો મોટી સંખ્યામાં પધાર્યા હતા અને ગુરુપૂજન કરતાં શ્રદ્ધા ઉમેરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પાવન અવસરે મહંતશ્રી શાંતિગીરી બાવાજીએ પોતાના શિષ્યો માટે ઉન્નતિ, આત્મકલ્યાણ તથા દેશના સર્વાંગી વિકાસ અને શાંતિ માટે આશીર્વચન પાઠવ્યા હતા. પવિત્ર ગુરુપૂર્ણિમા દિવસે ગુરુ-શિષ્યના અનન્ય સંબંધની ભવ્ય છટા બિલેશ્વર ધામ ખાતે નિહાળવા મળી હતી.
આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં હજારો ભક્તોએ આ લાગણીસભર પર્વનો આનંદ માણ્યો હતો. સમગ્ર ધામમાં પવિત્રતા અને શાંતિમય માહોલ સાથે ગુરુ શિષ્ય પરંપરાના ઉજ્જવળ દર્શન થવા પામ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



